ખાસ-ખબર સંવાદદાતા
વોર્ડ નં. 10માં યુનિવર્સિટી રોડ પર આવેલા તોરલપાર્ક ખાતે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી પેવર રોડના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે થયેલા ખાતમુર્હૂત પ્રસંગે વોર્ડ નં. 10ના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી રત્નદિપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, શિક્ષણ સમિતિના સભ્ય સંગીતાબેન છાયા, મહિલા મોરચાના પ્રમુખ મયુરીબેન ભાલારા, ધર્મેન્દ્રભાઈ ભગત, બલરાજસિંહ રાણા, ભરતસિંહ રાણા, હેમંતસિંહ ડોડીયા, હિતેષભાઈ ગોહીલ તથા કોર્પોરેશનના એન્જીનીયર ગાવિત અને યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં. 10માં તોરલપાર્ક પેવર રોડના કામનું સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે ખાતમુહૂર્ત
