બજેટ પહેલા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 72,000 અને નિફ્ટી 21,800થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે. આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.
બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની પણ આજે સારી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ 72,000 અને નિફ્ટી 21,800થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે.
- Advertisement -
શેર બજારમાં તેજી સાથે સેન્સેક્સ 162 પોઈન્ટ વધીને 72,104 પર, નિફ્ટી 59 પોઈન્ટ વધીને 21,796 પર તો બેન્ક નિફ્ટી 205 પોઈન્ટ વધીને 45,647 પર ટ્રેડ કરી રહ્યો છે.
માર્કેટમાં આઈટી સેક્ટરમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ રહી છે. આ ઉપરાંત ફાર્મા અને મેટલ સેક્ટરમાંથી પણ ટેકો મળી રહ્યો છે. નિફ્ટીમાં ટાટા મોટર્સના શેર્સ ટોપ ગેઇનર છે.
આ પહેલા સોમવારે સેન્સેક્સ 1240 પોઈન્ટના ઉછાળા સાથે 71,941 પર બંધ થયો હતો.