કેટલાક ભાગોમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાતા ગરમીનો અનુભવ અને રાત્રી દરમિયાન તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ પ્રકારની ઋતુ બીમારીને પણ નોતરે છે. તેવામાં હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ થતો રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ પણ ઘટી શકે છે.
અમદાવાદમાં આવેલા હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ મારફતે મળતી જાણકારી અનુસાર, આગામી પાંચ દિવસની આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં સમગ્ર રાજયમાં તાપમાનને લઇને કોઇ મોટો ફેરફાર થશે નહીં. સમગ્ર રાજ્યનું તાપમાન યથાવત રહેશે. તદુપરાંત વાતાવરણ સુકુ રહે તેવી આગાહી છે. તથા રાજ્યભરમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ ઓછુ અનુભવાશે.
તદુપરાંત આગામી પાંચ દિવસની વાત કરવામાં આવે તો 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન અનુસાર સૌથી વધુ રહેશે.