દિલીપ ગોહિલની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી
અગ્ર ગુજરાતના શિલ્પી અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ (ઉમર 60) નું તા.27 જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતાં અવસાન થયું હતું. થોડા દિવસ પહેલાં વાયરલ ઇન્ફેક્શન થયું હતું. રાજકોટમાં એમને તાવ આવેલો બાદમાં વતન રાજુલામાં તબિયત વધુ બગડતા ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ તબિયત બગડી ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ઘનિષ્ઠ સારવાર પછી તબિયત સ્થિર થઈ પણ 27ની રાત્રે તબિયતે ઉથલો માર્યો અને.મોડી રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. દિલીપ ગોહિલના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન, પુત્ર કુણાલ,
પુત્રી કુંજ છે.
દિલીપની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી રહી. પ્રિન્ટથી માંડી ડીજીટલ મીડિયા સુધી એમણે કામ કર્યું. બહુ સારા અનુવાદક હતા. કવિ પણ. રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં વિવિધ અખબારો, સામાયિક, ટીવી ચેનલ, વેબસાઈટ માટે કે કર્યું. એમની નીચે ઘણા બધા પત્રકારોનું ઘડતર થયું. એ ટેકનોલોજીના પણ અચ્છા
જાણકાર હતા.
શ્રેષ્ઠ સંપાદક ને ઉમદા માનવી હતા. રાજકીય સમીક્ષક તરીકે એમની નોખી ભાત રહી. કર્મઠ ને નિષ્ઠાવાન, નિડર પત્રકારની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને ખોટ તો પડી છે.