વોંકળા પર દબાણ કરનારમાં ફફડાટ: પોલીસ કાફલા સાથે તંત્રએ આળસ ખંખેરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગત વર્ષે ભારે વરસાદ બાદ શહેરમાં તબાહીના દર્શ્યો સામે આવ્યા હતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા ભારે ખાના ખરાબી જોવા મળી હતી ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકા સામે રોષ પ્રગટ થયો હતો અને સ્થાનિક લોકોએ કાળવાના વોંકળા સહીત અનેક જગ્યાએ વોંકળા પર થયેલ દબાણ મુદ્દે ફરિયાદો કરી હતી. કળવા પર થયેલ દબાણ મુદ્દે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી દ્વારા સ્થાનિક તંત્રને કડક હાથે તપાસ કરીને કામગીરી કરવાના આદેશ આપતા આજ રોજ વહીવટી તંત્રના અધિકારી સહીત પોલીસ કાફલા સાથે વોંકળા પર થયેલ દબાણ હટાવાની કામગીરી શરુ કરવામાં આવી હતી અને તેની સાથે કાળવા નદીને ઊંડી ઉતારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી અંતે વોંકળા પર થયેલ દબાણો મુદ્દે તંત્ર દ્વારા આળસ ખંખેરીને આજ રોજ કામગીરી શરુ કરતા દબાણ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.