UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે ભાજપને સમર્થન ન આપવું જોઈએ. તેઓને ત્યાં શું મળશે?
લોકસભા ચૂંટણી પહેલા હવે INDIA ગાંઠબંધનને મોટો ફટકો પડી શકે છે. વાત જાણે એમ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એકવાર NDAમાં સામેલ થવાની અફવાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે ભાજપને સમર્થન ન આપવું જોઈએ. તેઓને ત્યાં શું મળશે? અખિલેશ યાદવે કહ્યું કે, જો નીતિશ INDIA ગઠબંધનમાં હોત તો તેઓ PM પણ બની શક્યા હોત. આપણામાંથી ઓછામાં ઓછો એક PM ઉમેદવાર છે. કોઈપણ વ્યક્તિ અહીં નંબર મેળવી શકે છે. છેવટે, તેઓને ત્યાં શું મળશે?
- Advertisement -
UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે એક ટીવી ચેનલ સાથે વાત કરતા અખિલેશે કહ્યું કે, નીતિશને INDIA ગઠબંધનમાં રાખવાની જવાબદારી કોંગ્રેસની છે. તેમનો ગુસ્સો સમજવો જોઈતો હતો. કોંગ્રેસે જે ત્વરિતતાથી પરિસ્થિતિને સંભાળવી જોઈતી હતી, તેમ કર્યું નથી. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો તેમનું સન્માન કરે છે. એવો કોઈ પક્ષ નથી જે તેમનું સન્માન ન કરે.
સંયોજકની ભૂમિકામાં હતા નીતિશ
INDIA એલાયન્સના અમલીકરણમાં નીતિશ કુમારની ભૂમિકા મોટી માનવામાં આવી રહી છે. જ્યારે એક સમયે મમતા, અખિલેશ અને અન્ય પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસ સાથે વાતચીત કરવાની વાત કરી હતી તે સમયે નીતિશ કુમાર કન્વીનર બન્યા હતા અને તમામ પક્ષોને મળ્યા હતા. પટનામાં INDIA ગઠબંધનની મોટી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.