ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એક શ્ર્વાન કેવી રીતે માનવ જિંદગી બચાવે છે, આંતકવાદીઓને કેવી રીતે ઘુંટણીએ લાવી દે છે અને કેવી રીતે જમીનદોસ્ત કરી દે છે. ઉપરાંત શ્વાનના દાંતની પકડ એટલી મજબૂત હોય છે આતંકવાદી તેનો પીછો છોડાવી શકતો નથી. ઉપરાંત શ્વાનના ઝડપથી સળગતી આડસો અને રિંગમાંથી પસાર થતાં હેરતઅંગેજ અને અચંબિત કરી દેતા કરતબ તા.26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનના ધ્વજ વંદનના કાર્યક્રમમાં જોવા મળશે.
75માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે જૂનાગઢ જીલ્લો યજમાન બન્યો છે, ત્યારે દેશ ભક્તિ સભર જુદા-જુદી પ્રસ્તુતિઓ થવાની છે આ સાથે ડોગ શો પણ વિશેષ આકર્ષણ જમાવશે.આ ડોગ શો માટે જહેમત ઉઠાવી રહેલા હેડ કોન્સ્ટેબલ હનુભા જાડેજા જણાવે છે કે, અસાલ્ટ ડોગ બસ ઈન્ટરવેન્સનમાં એક આતંકવાદી બસમાં છુપાયેલો હશે, તેને શ્વાન કેવી રીતે જમીન દોસ્ત કરીને સરેન્ડર કરવા મજબૂર કરે છે, તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. ફાયર જંપમાં અવરોધોને પાર કરીને શ્વાન સળગતી રિંગમાંથી પસાર થશે.ઓબીડીયન્સ ડેમોમાં ડોગ હેન્ડલર જે મુજબ આદેશ આપે તે મુજબ શ્વાન અદેશોનું પાલન કરતો જોવા મળશે. જેમ કે શીટ એટલે બેસી જવું, રોલ એટલે પલટી ખાવી. તેવી જ રીતે અપ, ડાઉન, રેસ્ટ જેવા ડોગ ને કમાન્ડ આપવામાં આવશે અને શ્વાન તેનું અનુસરણ કરતા જોવા મળશે આ ડોગ શોમાં લેબ્રાડોર, જર્મનશેફર્ડ અને બેલ્જિયમમલીનોઈઝ જાતિના ડોગ ભાગ લઈ રહ્યા છે. આ શ્વાનોને ટ્રેકર, સ્નીફર, નાર્કોટિક્સ, અસાલ્ટ જેવી અલગ અલગ પ્રકારની તાલીમ શ્વાન તાલીમ કેન્દ્ર, સૈજપુર બોઘા અમદાવાદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અપાય છે.