151 હોડીઓ લઈ માછીમારોએ સોમનાથ નજીક રામ મંદિર સામે મધદરિયે પૂજા કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને સોમનાથના દરિયામાં માછીમારો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 151 બોટ લઈ માછીમારો સોમનાથ નજીક રામ મંદિરની સામેના દરિયાના ભાગે પહોંચ્યા હતા અને ત્યાં દરિયામાં તેઓએ જય શ્રીરામના નારા સાથે આરતી અને પૂજા કરી અનોખી રામભક્તી નોંધાવી હતી.આ તકે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ – પાટણ સમસ્ત હિન્દુ સેવા સમિતિનાં પ્રમુખ જીતુભાઈ કુહાડા સહિત સ્થાનિક માછીમાર આગેવાનો અને 151 હોડીધારકો સાથે પરિવારના સભ્યો પણ જોડાયા હતા.