આજે અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને તૈયારી વચ્ચે આસામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ આસામમાં છે. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, આજે તેમને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા તેમને મંદિર જવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આજે તેમને ના પાડવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે કાર્યક્રમ મુજબ શંકરદેવ મંદિર જવાના હતા, પરંતુ હવે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, તેમને આજે મંદિરમાં જતા રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મંદિર જવા માંગીએ છીએ. મેં એવો કયો ગુનો કર્યો છે કે હું મંદિરમાં જઈ શકતો નથી?’
- Advertisement -
#WATCH | Assam | On his visit to Batadrava Than, Congress MP Rahul Gandhi says "We want to visit the temple (Batadrava Than). What crime have I committed that I cannot visit the temple?…" pic.twitter.com/1Y3cKs8Xn5
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
બપોરે 3 વાગ્યા પછી આવવા કહ્યું
નોંધનીય છે કે, મંદિરની પ્રબંધન સમિતિએ રવિવારે જ રાહુલ ગાંધીને સોમવારે બપોરે 3 વાગ્યા પછી તેમના આગમનની જાણકારી આપી હતી. મેનેજિંગ કમિટીના વડા જોગેન્દ્ર દેવ મહંતે કહ્યું કે ‘રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.
#WATCH | On being allowed to enter Batadrava Than in Assam only after 3 pm, Congress MP Rahul Gandhi says "Aaj sirf ek vyakti mandir mein ja sakta hain…" pic.twitter.com/9pz1d6iiuv
— ANI (@ANI) January 22, 2024
શું કહ્યું રાહુલ ગાંધીએ ?
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે માત્ર એક જ વ્યક્તિ મંદિર જઈ શકે છે…’ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘રાહુલ ગાંધી મંદિર (બટાદરવા મંદિર) જવા માંગતા હતા… અમે 11 જાન્યુઆરીથી આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા બે ધારાસભ્યો પણ મંદિર સમિતિને મળ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે અમે 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે આવીશું, પરંતુ ગઈકાલે અમને અચાનક બપોરે 3 વાગ્યા પછી આવવાનું કહેવામાં આવ્યું. રાજ્ય સરકારના દબાણ હેઠળ આ થઈ રહ્યું છે. અમે મંદિર જવાનો પ્રયત્ન કરીશું, પરંતુ 3 વાગ્યા પછી જવું મુશ્કેલ બનશે કારણ કે અમારી પાસે વધુ અંતર કાપવાનું છે.