અનુપમ ખેર, રજનીકાંત, કંગના સહિત ઘણા કલાકારો અયોધ્યા આવી ગયા છે તો અમિતાભ બચ્ચન, કેટરિના-વિકી, આલિયા-રણબીર અને રોહિત શેટ્ટી પણ અયોધ્યા જવા રવાના.
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થોડા જ કલાકોમાં શરૂ થશે અને આ ક્ષણની અકહો દેશ રાહ જોઈ રહ્યો છે. ભગવાન રામલલાની સ્થાપના થશે એટલે કે 500 વર્ષની આતુરતાનો આજે અંત આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો હિસ્સો બનવા માટે અનુપમ ખેર, રજનીકાંત, કંગના રનૌત સહિત ઘણા કલાકારો અયોધ્યા આવી ગયા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ સિવાય કેટરિના કૈફ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રોહિત શેટ્ટી પણ અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.
એક રિપોર્ટ અનુસાર, સાઉથ એક્ટર પવન કલ્યાણે રામ મંદિરના નિર્માણ માટે 30 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. સાથે જ તેમના અંગત સ્ટાફના સભ્યોમાં હાજર તમામ ધર્મના લોકોએ મળીને 11 હજાર રૂપિયાનું દાન કર્યું હતું.
કેટરીના કૈફે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે પીળા રંગની સ્લીક સાડી પહેરી હતી જ્યારે વિકી કૌશલ પણ સ્લીકના કુર્તા-પાયજામો પહેર્યો છે. રણબીર કપૂર ધોતી અને કુર્તા પહેરેલો જોવા મળ્યો અને શાલ ઓઢી હતી જ્યારે આલિયા ભટ્ટે સ્લીકની બ્લુ કલરની સાડી પહેરી છે.
View this post on Instagram
અભિનેત્રી માધુરી દીક્ષિત પણ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા પતિ શ્રીરામ નેને સાથે અયોધ્યા જવા રવાના થઈ છે. તો આ તરફ અભિનેતા ચિરંજીવી હૈદરાબાદથી અયોધ્યા જવા રવાના થયા છે.
View this post on Instagram
કંગના રનૌત ગઇકાલે જ અયોધ્યા પહોંચી ગઈ હતી અને તેણીએ સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. તો બીજી તરફ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે તેઓ અયોધ્યામાં સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા હતા.