અને તેમ છતાં યે રામલલ્લા એક ઝૂંપડીમાં રહ્યા સદીઓ સુધી
રામ જન્મભૂમિ મંદિર એ કોઈ ભાવુક રામભક્તોની વેવલાઈ કે જીદ નથી, અનેક અનેક હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી દેશી વિદેશી પર્યટકો ઇતિહાસકારો અને અમલદારોએ પોતાના લખાણોમાં રામ જન્મ ભૂમિ મંદિરના નક્કર વજૂદને મજબૂત પુષ્ટિ આપી છે
- Advertisement -
આપણા ભગવાન શ્રીરામ કલ્પનાથી પણ વધુ રોમાંચક દિલધડક સત્ય છે. રામ મંદિરનું પૂર્ણ સત્ય જાણવાની હિંમત છે તમારી? જાણશો તો ચોંકી ઉઠશો કે કેવી રીતે આપણાં આરાધ્ય ભગવાન શ્રી રામને સદીઓ સુધી મજહબી ઝનુનનું નિશાન બનાવવામાં આવતા રહ્યા. ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા વિદેશી વેપારી વિલિયમ ફ્રેંચે સ્પષ્ટ નોંધ્યું છે કે, તેઓ અયોધ્યા ગયા ત્યારે રામકોટમાં બીજા અનેક મંદિરો વચ્ચે આ “ખંડેર” પણ હતું! જોવા જેવી વાત એ છે કે પોતાના વિસ્તૃત વૃતાંતમાં બાબરી મસ્જિદનો તેઓએ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. જોકે તમારે વિચારવાનું એ છે કે આ “ખંડેર” કઈ વિરાટ ઈમારતનું ખંડેર હતું! લોકો આ ખંડેરમાં લોકો શા માટે પૂજાપાઠ કરતા હતા! આ ખંડેરમાં લોકોની આવી શ્રદ્ધા પાછળનું કારણ શું હતું! વાસ્તવમાં કેવળ વિદેશી પર્યટકો અને વ્યાપારીઓએ જ નહી બલ્કે અનેક મુસ્લિમ લેખકોએ પણ લખ્યું છે કે કેવી રીતે મજહબી ઉન્માદ અને મૂર્તિપૂજા પ્રત્યેની જંગલી ધૃણાના કારણે ઇસ્લામિક તાકાતોએ જન્મભૂમિ મંદિર તોડી પાડી ત્યાં એક મસ્જિદ ઊભી કરી દીધી. વિલિયમ ફ્રેન્ચે નોંધ્યું છે કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ એવા “રામકોટ” પર હિન્દુ મહિલા શ્રદ્ધાળુઓ પૂજા કરતી હતી. તેઓ આ સ્થાનની પરિક્રમા કરતી હતી. અંગ્રેજ વેપારીઓ માટે આ દૃશ્ય અભિભૂત કરનારું હતું. તેઓ લખે છે કે હિન્દુઓ માટે આ એકદમ પવિત્ર સ્થાન હોવાનો તેમને ખ્યાલ આવી ગયો હતો. તેઓએ નોંધ્યું છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓ તેને રામ જન્મભૂમિ મંદિર તરીકે સંબોધતા હતા. અંગ્રેજ કારોબારીએ પોતાની ડાયરીમાં લખ્યું છે, “અયોધ્યાના રામકોટમા રાનીચંદના મહેલ અને રહેણાંક ઘરોના ખંડેર પણ છે, જેમને ભારતીયોએ મહાન ભગવાનના રૂપમાં માન્યા, કદાચ તેઓએ આ જગતના ખેલ જોવા જ શરીર ધારણ કર્યું હતું. આ ખંડેરોમાં ચોક્કસ જ બ્રાહ્મણો રહે છે જે એવા તમામ ભારતીયોના નામ નોંધે છે, જેઓ ત્યાંથી વહેતી નદીમાં સ્નાન કરે છે.” ઉલ્લેખનીય છે કે આ મહાનુભવે પોતાના લખવામાં ક્યાંય મસ્જિદનો ઉલ્લેખ કર્યો નથી. વિલિયમ ફ્રેન્ચ આ બાબતે આથી પણ ઘણી વધુ માહિતી ધરાવતા હતા, પરંતુ 1612માં પગપાળા માર્ગે તેઓ બ્રિટન પરત જઈ રહ્યા હતા ત્યારે બગદાદમાં તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ તેમની ડાયરી અને તેમનો બીજો સામાન સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. વિલિયમ ફ્રેન્ચે અયોધ્યામાં જે જોયું અને પોતાની ડાયરીમાં જે નોંધ્યું તેના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે તે સમયે હિન્દુઓના સૌથી પવિત્ર, આસ્થાના કેન્દ્ર જેવા સ્થાન પર કોઈ મંદિર ન્હોતું બલ્કે ખંડેર હતું. તેઓએ નોંધ્યું છે કે તે સમયે ત્યાં ઘણા મહેલો હતા પરંતુ લોકોની શ્રદ્ધાના કેન્દ્રમાં આ ખંડેર જ હતું.
મૂર્તિપૂજા પ્રત્યે જંગલી ધૃણા અને ભારતમાં ઇસ્લામિક સામ્રાજ્ય ખડું કરવા મુસ્લિમોએ હિન્દુઓના હ્રદય સાથે ખેલવામાં કે બાકી નથી રાખ્યું, ઇતિહાસ ગવાહ છે, અનેક વિદેશી પર્યટકો, વિદેશી વ્યાપારીઓએ આલેખ્યો છે આંખે દેખ્યો અહેવાલ!
- Advertisement -
બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા પછી મળી આવેલા બે શિલાલેખ
બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા પછી જે બે શિલાલેખ મળી આવ્યા તે માંહેના એકમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મસ્જિદનું નિર્માણ મીર બાકીએ કરાવ્યું હતું, પરંતુ અનેક પુરાવાઓ અને સંયોગ પરથી એ સ્પષ્ટ થયું છે કે 1528 માં બાબરના આદેશથી તેના સેનાપતિ મીર બાકીએ રામ જન્મભૂમિ મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ વાતને વિદેશી વેપારી વિલિયમ ફ્રેન્ચની ડાયરીમાં લખેલી વાતો સ્પષ્ટ કરે છે.
કેટલાયે વિદેશી પર્યટકો અને ઇતિહાસકારોએ અનેક જગ્યાએ તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં હિન્દુઓના અત્યંત પવિત્ર એવા ધર્મસ્થળ અયોધ્યા કાશી અને મથુરા પર કબજો જમાવી મુસ્લિમોએ કેવી રીતે ત્યાં મસ્જિદો ઉભી કરી દીધી.
સર્જન જનરલ એડવર્ડ બલ્ફોરે પોતાના પુસ્તક “ઊક્ષભુભહજ્ઞાફયમશફ જ્ઞર ઈંક્ષમશફ ઊફતયિંક્ષિ જજ્ઞીવિંયક્ષિ અતશફ 1858” માં લખ્યું છે કે ત્રણ અત્યંત મહત્વના હિન્દુ ધાર્મિક નગરોમાં હિન્દુ જન સામાન્યની આસ્થાના કેન્દ્ર સમા ધાર્મિક સ્થળો પર મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી. મી. એડવર્ડ ભારતમાં ખુબ ફર્યા હતા અને તેઓએ આપણા દેશમાં ઘણા વિસ્તૃત સંશોધનો પણ કર્યા હતા. કેટલાક લોકો દ્વારા જાણી જોઈને કે નિર્દોષ ભાવે એવો વિવાદ ઊભો કરવામાં આવે છે કે, બાબરી મસ્જિદનું નિર્માણ બાબરે કરાવ્યું કે, રામ જન્મભૂમિ મંદિર ઔરંગઝેબના સમયમાં તોડી પાડવામાં આવ્યા બાદ ત્યાં મસ્જિદ બની હતી. જોકે બાબરી વિધ્વંશ પછી ત્યાંથી પ્રાપ્ત બે શિલાલેખમાં જે લખાણ છે એ સ્પષ્ટ કરે છે કે બાબરના આદેશથી જ તેના સેનાપતી મીર બાકીએ રામ જન્મભૂમિ મંદિર તોડી પાડી ત્યાં મસ્જિદ ખડકી દીધી હતી. આટલું જ નહી, મીર બાકીની કબર અયોધ્યા ની બાજુમાં આવેલા સહનવા ગામે આવેલી છે. તે પણ સુપરસ્ટાફી તો સત્ય છે કે વીર બાકીનો સંબંધ બાબર સાથે હતો. તેનું અસલી નામ મીર પાસ તાશ્કંદી હતું. તે ઉઝબેકિસ્તાનનો વતની હતો અને બાબર તને અયોધ્યાની જવાબદારી સોપી હતી.
બહાદુર શાહના પુસ્તક “સાહિફા એ ચહલ”માં ઉલ્લેખ છે કે બહાદુર શાહ આલમ ગીરની પુત્રી અને ઔરંગઝેબની પૌત્રીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર અને મથુરામાં જે રીતે કૃષ્ણ મંદિર તોડી પાડવામાં આવ્યું તેની પ્રશંસા કરી હતી. 1856માં લખનઉથી પ્રકાશિત “હદિકા એ શહદા” નામના પુસ્તકમાં પ્રકાશિત એક લેખમાં એક ફારસી પુસ્તકનો સંદર્ભ આપતા લખ્યું છે કે ઔરંગઝેબની પુત્રીએ 17મી શતાબ્દીમાં એવું લખ્યું હતું કે, ઇસ્લામની આગેકૂચ ધ્યાનમાં રાખીને મોગલ બાદશાહોએ મૂર્તિ પૂજા રાખવા માટે હિન્દુઓ પ્રત્યે કોઈ દયા રાખી નહોતી. તેમનો એવો જંગલી ગ્રહ હતો કે કોઈપણ સંજોગોમાં ક્યાંય પણ મૂર્તિ પૂજા ન થવી જોઈએ. તેણે ન તો કેવળ અયોધ્યા બલ્કે મથુરા મંદિર પણ થોડી પાડવામાં આવ્યું હોવાનું લખ્યું છે. ઈસ્વી 1735માં ફૈઝાબાદના કાઝીના હસ્તાક્ષરમાં અંકિત એક દસ્તાવેજ પણ મળી આવ્યો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે મંદિર પરના કબ્જા બાબતે અયોધ્યામાં અનેક દંગલ થયા હતા. તેમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે અયોધ્યા અને કાશીના ધર્મ સ્થળો દિલ્હીના બાદશાહના હુકમથી તોડી પાડવામાં આવ્યા હતા. મુસ્લિમો કરીને આ દસ્તાવેજ ખોટો હોવાની વાત કરે છે કે બાબરનામાં અને અકબરનામામાં આવો કોઈ ઉલ્લેખ નથી. જોકે સ્વાભાવિક છે કે પોતે મચાવેલા આતંકનો તેઓ લેખિત દસ્તાવેજી ઇતિહાસ તૈયાર ન કરે!! મુસ્લિમ પક્ષ તરફથી એક તબક્કે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જો રામ મંદિર તોડી પાડીને બાબરી મસ્જિદ તૈયાર કરવામાં આવી હોય તો તેના સમકાલીન રામભક્ત એવા ગૌસ્વામી તુલસીદાસે તે બાબતે જરૂર કંઈ લખ્યું હોય. કારણકે રામ જ તેમના સર્વસ્વ હતા, તેમના આરાધ્ય હતા. આ બાબતનો પ્રતિભાવ આપતા સુપ્રસિદ્ધ સંત રામભદ્રાચાર્યએ સર્વોચ્ચ અદાલતમાં “તુલસી દોહા શતક” નામનું એક પુસ્તક રજૂ કર્યું, જેમાં ગૌસ્વામી છીએ મંદિરને તોડી પાડી મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા અત્યાચારની વાતો કરી છે.