ખાસ-ખબર સંવાદદાતા
ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ થવા જઇ રહ્યુ છે. 22 મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં લોકોએ આ દિવસે એક મોટો તહેવાર ઉજવવાની તૈયારીઓ કરવામા આવી રહી છે. શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠાની મંગલ ધડીએ ગણાઇ રહી છે. અને તે દિવસે મહોત્સવ મનાવા લોકો થનગની રહ્યા છે. ત્યારે રાજુલા માર્કેટીંગ યાર્ડમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને અનુલક્ષીને રજા રાખીને યાર્ડમાં જણસીઓની હરારાજી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી દ્વારા સોશિયલ મિડિયા તેમજ યાર્ડમા બોર્ડ મારી રજા અંગેની જાણ કરાઇ હતી. રાજુલા શહેરીજનો પણ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઇ આ મહોત્સવને મનાવા ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ધડીએ દેશભરમાં દિવાળી જેવો માહોલ ઉભો થવાનો જ છે. કેટલાક રાજયોમા 22 મીએ સરકારી રજા (ભારતમા 22 જાન્યુઆરીની રજા) તરીકે જાહેર કરેલ છે. ત્યારે આજરોજ કેન્દ્ર સરકાર પછી હવે ગુજરાત સરકારે પણ સોમવારે અડધી રજા જાહેર કરી છે. રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહશે. રાજુલા ખાતે 22 મીએ માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાની રજા જાહેર કરી છે.