જૂનાગઢ ક્રાઇમ બ્રાંચનો દરોડો: પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપલો કરનાર સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી સહિતના સ્ટાફે વંથલી તાલુકાની સીમમાં રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકામાં રહેતા અમીન ઇસ્માઇલ સાંધ નામના બુટલેગરે પોતાના મળતીયાઓ મારફત દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની અને તેના કાના પુના મારૂના ખેતરમાં સગેવગે કરતા હોવાની બાતમીના આધારે એલસીબીઅ ત્યાં દરોડો પાડડ્યળો હતો. જયા એક વાડીની ઓરડીમાંથી વાહનમાં દારૂની હેરાફેરી થતી જોવા મળી હતી. જયા પોલીસે પિયુષ ઉર્ફે સાંગો ગોગન જીંજુવાડીયા અને મનિષ વિનુ જેઠવાને પકડી લીધા હતા. અલસીબીએ તપાસ કરતા 13.36 લાખની કિંમતનો 3144 બોટલ દારૂ મળી કુલ 18.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબીએ પિયુષ ઉર્ફે સાંગાની પુછપરછ કરતા અમીન ઇસ્માઇલ સાંધ અને પોતે ભાડેર ગામ પાસેથી દારૂ ભરેલી ગાડી લઇ આવ્યાનું અમીન દારૂ ઓરડીમાં રાખવા કહીને જતો રહ્યો હોવાનું જણાવ્યુ હતુ.
આ અંગે એલસીબીના હેડ કોન્સટેબલ ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલાએ પિયુષ ઉર્ફે સાંગો ગોગન જીંજુવાડીયા, મનીષ વીનુ જેઠવા, હાજર નહી મળી આવતા બુટલેગર અમીન ઇસ્માઇલ સાંધ અને જથ્થો મોકલનાર સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.