અંગ્રેજોએ હિંદુસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા. એક પાકિસ્તાન અને બીજું ભારત. પરંતુ આ સમયે લક્ષદ્વીપ કોનો ભાગ જશે તે નિશ્ચિત ન હતું અને ઝીણા તેને હડપી લેવાની યોજના બનાવી રહ્યા હતા.
હાલ સોશિયલ મીડિયા પર બૉયકોટ માલદીવની સાથે સાથે એક્સલપોર ઈન્ડિયન આઇલેન્ડ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લક્ષદ્વીપ આ સમયે ચર્ચાનો વિષય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરી, જેનાથી માલદીવના ઘણા નેતાઓ નારાજ થયા અને પીએમ મોદી પર ટિપ્પણી કરી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે, પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન એક સમયે લક્ષદ્વીપને કબજે કરવા દોડી આવ્યું હતું પરંતુ આપણાં સરદાર પટેલને કારણે આજે આ ટાપુ ભારતનો ભાગ છે.
- Advertisement -
આપણે બધાએ જ બાળપણથી જ લક્ષદ્વીપ વિશે સાંભળ્યું હશે કે લક્ષદ્વીપ એક નાનો ટાપુ છે પરંતુ તેની વાર્તા ઘણી લાંબી છે. એ તો જાણીતું જ છે કે અંગ્રેજોએ જ્યારે ભારતને આઝાદ કર્યું ત્યારે તેણે તેના બે ટુકડા કરી નાખ્યા હતા. એક પાકિસ્તાન અને બીજું ભારત. પાકિસ્તાનના સ્થાપક, મોહમ્મદ અલી ઝીણા, પાકિસ્તાનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા તમામ મુસ્લિમ રજવાડાઓને સામેલ કરવા માંગતા હતા. જો કે એ ભાગલા સમયે તે લક્ષદ્વીપ કોનો ભાગ હશે તે નિશ્ચિત ન હતું. ઝીણાએ તેને હડપી લેવાની યોજના બનાવી રહ્યા હતા.
ઝીણા હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીરને પાકિસ્તાનમાં જોડવા માંગતા હતા પરંતુ લોખંડી પુરૂષ પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વએ આવું થવા દીધું ન હતું. દરમિયાન, એક અન્ય મુસ્લિમ બહુમતી વિસ્તાર હતો, જે કોચીથી 496 કિલોમીટર દૂર સ્થિત હતો, જે ભાગલાથી અસ્પૃશ્ય રહ્યો હતો. તે લક્ષદ્વીપ હતું, જ્યાં 93% વસ્તી મુસ્લિમ હતી. વિભાજન પછી પાકિસ્તાન આ સુંદર ટાપુ સમૂહને કબજે કરવા માંગતું હતું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય બે તમિલ નેતાઓની તત્પરતાને કારણે, લક્ષદ્વીપ ભારતનો એક ભાગ જ રહ્યું.
પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો કરવા માટે એક જહાજ પણ મોકલ્યું હતું. પરંતુ સરદાર પટેલને આ માહિતી મળતાં જ તેમણે દક્ષિણના રજવાડાના મુદલિયાર ભાઈઓ સાથે મળીને પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. ત્રાવણકોર રાજ્યના લોકો દક્ષિણના રાજ્યના મુદલિયાર ભાઈઓ સાથે લક્ષદ્વીપ ગયા અને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતોજ્યારે પાકિસ્તાની જહાજ લક્ષદ્વીપ પહોંચ્યું ત્યારે જોવા મળ્યું કે લક્ષદ્વીપ પર પહેલેથી જ ત્રિરંગો લહેરાતો હતો.
- Advertisement -
રામાસ્વામી અને લક્ષ્મણસ્વામી મુદલિયાર પાકિસ્તાની જહાજ આવે તે પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. પાકિસ્તાની જહાજે તિરંગો જોયો કે તરત જ તેણે તેની દિશા બદલી અને પાકિસ્તાન પરત ફર્યું. એટલે કે જો તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ત્વરિત પગલાં ન લીધાં હોત તો આજે લક્ષદ્વીપ ભારતનો ભાગ ન હોત.