શહેરના વિવિધ 12 વોર્ડમાં 28 મિલકતો સીલ કરી રૂા. 20.15 લાખની રિકવરી કરતી વેરા વસુલાત શાખા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના વિવિધ વોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન 28 મિલ્કતો સીલ, 15 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 1 નળ કનેક્શન ક્પાત અને રૂા.20.15 લાખ રિકવરી કરવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં-3 જામનગર રોડમાં 4 અને શાસ્ત્રીનગરમાં 1-યુનિટને નોટીસ આપી હતી. વોર્ડ નં-5માં કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.20 લાખ. વોર્ડ નં-6 સંત કબીર રોડ પર આવેલ 1 યુનિટને, જય અંબે ઉદ્યોગ નગરમાં 1 યુનિટને નોટીસ ફટકારવામાં આવેલ હતી તથા સંત કબીર રોડ પર આવેલ 1 નળ કનેકશન ક્પાત કરતાં રિકવરી રૂા. 1.29 લાખ. સંજયનગરમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 50,000નો ચેક તેમજ વોર્ડ નં-7માં પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.39 લાખ, વોર્ડ નં-8માં કાલાવાડ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 99.00 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 22.79 લાખ, નાના મોવા રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 2.54 લાખ, નાના મોવા રોડ પર આવેલ 1-યુનિટ સીલ, વોર્ડ નં-11માં વલ્લભ વિદ્યાનગરમાં 1 યુનિટને નોટીસ, વોર્ડ નં-12માં વાવડી વિસ્તારમાં આવેલ 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.30 લાખ, 80 ફુટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 71,825, વિશ્ર્વકર્મા સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 48,560, 150 ફુટ રોડ પર આવેલ 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.25 લાખ, મવડી બાય પાસ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.76 લાખ, સુખસાગર સોસાયટીમાં 1 યુનિટની નોટીસ સામે સીલ કાર્યવાહી કરતા રિકવરી રૂા. 80,000, ગોકુલધામમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 58,600 કરવામાં આવી છે. આ સાથે જ વોર્ડ નં. 13, 14, 15, 16 અને 18માં યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરવામાં આવી છે. આમ કુલ 28 મિલકતો સીલ કરી રૂા. 20.15 લાખની રિકવરી કરવામાં આવી છે.