PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી માલદિવને પડી રહી છે મોંઘી
ખાસ-ખબર સંવાદદાતા
પીએમ મોદી વિરુદ્ધ માલદિવના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીનું નુકસાન હવે તેમનો જ દેશ ભોગવી રહ્યો છે. સામાન્ય ભારતીયોની સાથે હવે અગ્રણી ટ્રાવેલ કંપનીએ પણ માલદિવ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ દેશમાં માલદિવનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેઓએ માલદિવમાં તેમની આયોજિત રજાઓ રદ્દ કરી દીધી છે. આ સાથે જ ટુર ઓપરેટરોએ પણ મોટી સંખ્યામાં રજાઓ રદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, માલદિવ રજાઓ માટે ભારતીયોની મનપસંદ જગ્યાઓમાંથી એક છે. ઙખ મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને માલદિવના મંત્રીઓની ટિપ્પણીઓને કારણે ઓનલાઈન ટૂર કંપની ઊફતય ખુ ઝશિાએ માલદિવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઈઊઘ) નિશાંત પિટ્ટીએ ડ પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે દેશ સાથે ઊભા છીએ. અમે લક્ષદ્વીપની મુલાકાત લેવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપના પાણી અને દરિયાકિનારા માલદિવ જેટલા સારા છે. અમે લક્ષદ્વીપમાં મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઑફર્સ લાવશું.
- Advertisement -
વિરોધનું પરિણામ 20 દિવસમાં સ્પષ્ટ થઈ જશે
ઇન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સનું અનુમાન છે કે, સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ વધી રહેલા વિરોધનું પરિણામ આગામી 20-25 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિએ ફ્લાઈટ અને હોટેલ બુક કરાવી લીધી હોય તો તે કેન્સલ નહીં કરે. જોકે, તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી માલદીવ માટે કોઈ નવી પૂછપરછ કરવામાં આવી નથી.
માલદિવના રાજદૂતને ભારતના વિદેશ મંત્રાલયનું તેડું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્રીપ પ્રવાસ પર માલદીવના સાંસદની વિવાદિત ટિપ્પણી બાદ સરકારે કાર્યવાહી કરતા માલદીવના રાજદૂત ઈબ્રાહિમ શાહીબને વિદેશ મંત્રાલય બોલાવવામાં આવ્યા છે. આજે સવારે માલદીવના રાજદૂત ઈબ્રાહિમ શાહીબ દિલ્હીના સાઉથ બ્લોકમાં હાજર વિદેશ મંત્રાલયના કાર્યાલય પર પહોંચ્યા હતા. માલદીવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી વિવાદિત ટિપ્પણીઓ ભારે પડી રહી છે. પહેલા સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ભારતીય ટ્રાવેલ કંપનીઓએ માલદીવની ફ્લાઈટ્સ અને હોટેલ બુકિંગ કેન્સલ કરી દીધી. પીએમ મોદી સહિત ભારતને લઈને વિવાદિત ટિપ્પણી કરનાર માલદીલના મંત્રી મરિયમ શિઉનાની સાથે-સાથે માલશા શરીફ અને મહઝૂમ માઝિદને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.



