અમદાવાદના સરખેજથી ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી દરરોજ બે બસ દોડશે: આગામી દિવસોમાં વધુ રૂટ સામેલ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે ગિફ્ટ સિટીમાં પાંચ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કર્યું, ગિફ્ટથી સચિવાલય સુધી સફર માણી
ખાસ-ખબર સંવાદદાતા
આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે નવી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનું અનાવરણ કરવામાં આવ્યું છે.
લંડનમાં જે રીતે બસ દેખાઈ છે તેવી જ ડબલ ડેકર બસ હવે ગુજરાતના માર્ગો પર દોડતી જોવા મળશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, તથા અધિકારીઓએ ગિફ્ટ સિટી થી સચિવાલય સુધીની સફર માણી હતી. આ બસ એસી હોવા ઉપરાંત ઇલેક્ટ્રિક વેહિકલ છે અને આમાં મોબાઈલ ચાર્જિંગ યુનિટ પણ છે.
પ્રારંભિક તબક્કે બે બસ સરખેજ અને ગિફ્ટ સિટી વચ્ચે દોડશે.
આગામી સમયમાં ગુજરાતના અન્ય રૂટ પર પણ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસનું સંચાલન થશે. ૠતિભિં (ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ) દ્વારા આનું
સંચાલન થશે.