RTO અધિકારી કેતન ખપેડની કડક કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
આર ટી ઓ રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2023 દરમ્યાન ગુનાહિત વાહનો ઉપર દંડ ની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 6,11,24,258 કરોડ જેટલો દંડ ફાટકરવામાં આવ્યો છે.
ગુનાહિત વાહનોમાં ઓવરલોડ વાહન 2117 વિરુદ્દગ કાર્યવાહી તેમજ રૂ.2,81,72,890 કરોડનો દંડ તેમજ ઓવર ડાઇમેન્સન કેસ: 1031, અને રૂ.60,84,309 નો દંડ, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન કેસ 684 અને રૂ.62,94,000 નો દંડ, ટેક્સ વગર ચાલતા વાહનો વિરુદ્ધ 237 જેટલાં કેસ કરવામાં આવ્યા અને રૂ. 79,95,415 નો દંડ,રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી, વગેરે જેવા રોડ સેફ્ટીના નિયમો ભંગ કરનાર કુલ 1279 સામે કેસ કરી રૂ. 12,96,000નો દંડ અને ફિટનેસ અને ઇન્સ્યોરન્સ વગરના 2317 જેટલાં વાહન સામે કેસ કરી રૂ. 75,79,000નો દંડ તેમજ હેલ્મેટ, સીટબેલ્ટ, પી યુ સી વગર હાંકરનાર 2463 વાહન સામે રૂ.12,31,500 નો કેસ અને ઓવર સ્પીડે તેમજ ભયજનક રીતે 1155 વાહન હાંકનાર વિરુદ્ધ કેસ કરી રૂ.24,81,144 નો દંડ ફાટકરવામાં આવ્યો છે.
આમ 2023 દરમ્યાન નિયમોનો ઉલાલિયો કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.