ખાસ-ખબર સંવાદદાતા
યુનાઇટેડ નેશન્સ (યુએન)ના અંદાજ મુજબ ડોમેસ્ટિક માંગ અને મેન્યુફેકચરિંગ તથા સર્વિસ સેક્ટરની મજબૂત વૃદ્ધિને પગલે 2024માં ભારતનો જીડીપી 6.2 ટકા રહેશે.
યુએન વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુઅએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (ડબ્લ્યુઇએસપી), 2024 નામના જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ 2024માં દક્ષિણ એશિયાનો જીડીપી 5.2 ટકા રહેવાનો અંદાજ છે.
રિપોર્ટ મુજબ 2024માં ભારતનો જીડીપી 6.2 ટકા રહેવાનો અંદાજ છે. જે 2023ના 6.3 ટકાના અંદાજ કરતા થોડોક જ ઓછો છે.
આ રિપોર્ટ મુજબ 2025માં ભારતનો જીડીપી 6.6 ટકા રહેવાનો અંદાજ છે. 2024માં રીટેલ ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ છે. 2024માં વૈશ્વિક આર્થિક વિકાસ 2.4 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.