પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન ગંગાજળ અભિષેક કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ દિલ્હીના મહામહિમ રાજ્યપાલ વિનયકુમાર, તથા લદાખના મહામહિમ રાજ્યપાલ બી.ડી. મીશ્રાએ સહ પરીવાર સાથે સોમનાથ પહોચ્યા હતા, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનુ સ્વાગત કરવામાં આવેલ હતુ.
સ્વાગત બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોચેલ જ્યા તેઓએ પુજા સામગ્રી પુષ્પો, બિલ્વપત્રો પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરી હતી, સાથે જ મહામહિમ દ્વારા સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવેલ હતો.
સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા ઉપવસ્ત્રથી તથા જનરલ મેનેજર દ્વારા સ્મૃતિભેટ આપી મહામહિમ રાજ્યપાલશ્રી સહિત મહેમાનોનું સન્માન કરવામાં આવેલ.
સોમનાથ મંદિર પરીસર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ, દક્ષીણ ધ્રુવ બાણ સ્થંભ, સોમનાથ મંદિરના સમરાંગણ પર લાગેલા સુવર્ણકળશો સહિતના યાત્રીસેવા તથા મંદિર વિકાસના પ્રોજેક્ટની તેઓએ માહિતી મેળવી હતી.