પુજારા ટેલિકોમ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
રક્તદાન આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આપણું શરીર મહદ્અંશે 4.5-5 લીટર રક્ત હોય છે જેમાંથી આપણે ફકત 300 ખ.ક. જ રક્ત આપવાનું છે. લોહી આપ્યા બાદ તરત જ આપણું શરીર 2-3 કલાકમાં નવા ઇહજ્ઞજ્ઞમ ઈયહહતનું નિર્માણ કરે છે. જેના લીધે આપણા શરીરના રક્તનું પણ શુદ્ધિકરણ થાય છે માટે જ રક્ત આપવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અને શરીરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. માનવીની જિંદગી અમૂલ્ય છે. યોગેશભાઈ પૂજારા હંમેશા તેમના વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે ઉમદા કાર્ય કરીને કરતાં હોય છે. રાજકોટમાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી પુજારા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી યોગેશ પુજારાના 62માં જન્મદિવસ નિમિત્તે પુજારા ટેલિકોમ દ્વારા તા. 3 જાન્યુઆરીના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટિયન્સ હંમેશાં આગળ રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને કહેતાં બહુ આનંદ થાય છે કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ શહેરના યુવાઓ, મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે પુજારા ટેલિકોમ છેલ્લાં 30થી વધુ વર્ષોથી મોબાઈલ રેટાઈલ ક્ષેત્રે કાર્યરત છે અને સૌથી મોટી ઓર્ગેનાઈઝ્ડ રેટાઈલ ચલાવવામાં શ્રી યોગેશ પુજારાએ જ્વલંત સફળતા મેળવી છે. ઈ.સ. 1994માં એક નાનકડી શોપથી શરૂઆત થયેલ પુજારા ટેલિકોમ આજે 350થી વધુ સ્ટોર સાથે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં પણ નામના ધરાવે છે.