રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેડએ ઓપીડી વિભાગમાં સરપ્રાઈઝ વિઝીટ કરી
દર્દીઓની લાંબી લાઈનો જોઈ ચોકી ઉઠ્યા: તાત્કાલિક સ્ટાફને બોલાવી તમામ વિગતો મેળવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટએ ઓપીડી વિભાગમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી, દર્દીઓની લાંબી લાઈનો જોઈ સુપ્રિન્ટેન્ડેન્ટ ચોકી ઉઠ્યા હતા. તેઓએ તાત્કાલિક સ્ટાફ ને બોલાવી તમામ વિગતો મેળવી હતી,. દવાઓનો સ્ટોક તેમજ પ્રાથમિક સારવાર સહિતની તમામ બાબતો ચકાસી હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની અચાનક હાજરી જોતા સ્ટાફ દોડતો થયો હતો, સિવિલમાં કોઈ પણ પ્રકારની લોકોને તકલીફ પડશે તે નહીં ચલાવી લેવાય તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટએ સ્પષ્ટ વાત કરી હતી, તેઓએ થોડા સમયમાં વધુ સ્ટાફ મળશે સમસ્યા હળવી થશે તેમ પણ જણાવ્યું હતું. રાજકોટ સિવિલમાં રોજની 4000 થી વધુ દર્દીઓની ઓપીડી થાય છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેડે બાથરૂમમાં સાફ સફાઈ, વોટર ફિલ્ટર સહિત તમામ ચકાસણી કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસ બારીની વ્યવસ્થા કરાશે, હાડકાં વિભાગમાં ચોથો ક્ધસલ્ટ રૂમ બનશે
હેલ્પ ડેસ્કને ડિજિટલ બનાવાશે, અહીંયા પણ આભા કાર્ડ નીકળશે : બહારથી દવા ન લખી આપવા સ્પષ્ટ સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસ આરીની વ્યવસ્થા કરાશે અને સાથે હાડકા વભાગમાં ચોથો ક્ધસલ્ટ રૂમ બનશે. સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર. એસ. ત્રિવેદીની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન લાંબી લાઈનો જોવા મળતા તેમણે જરૂરી સૂચનો આપી નવા હુકમો કર્યા હતા. આ ઉપરાંત હેલ્પ ડેસ્કને ડેજિટલ બનાવાશે. ત્યાં પણ આભા કાર્ડ નીકળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અહારથી દવા ન લખી આપવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. આજે ડો.ત્રિવેદી આશરે 12 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં વિઝીટ કરવા નીકળ્યા હતા. ટ્રોમા સેન્ટર, ઓપીડી બિલ્ડીંગ ઈમરજન્સી વિભાગ સહિત જુદા જુદા વોર્ડમાં રાઉન્ડ લીધો હતો. તેમણે જણાવ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક આવેલ છે. જ્યાંથી દર્દીઓને ખૂબ જ મદદ મળી રહી છે આ કામગીરીની રાજ્ય સરકાર સુધી નોંધ લેવાઈ છે. ત્યારે આ સુવિધા વધુ સુલભ બને તે માટે હેલ્પ ડેસ્કને ડિજિટલાઈઝ કરાશે. અહીં કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો અપાશે. ઉપરાંત દર્દીને આભા કાર્ડ પણ અહીં નીકળશે. કેસ કઢાવવા લાઈનો હોય, ઈમરજન્સી વિભાગમાં એક કેસ બારી કાર્યરત છે ત્યાં બીજી બારી પણ શરૂ થશે. ઉપરાંત નવા બિલ્ડીંગમાં પણ એક કેસ બારી કાર્યરત થશે. ઉપરાંત કોમન ડિસપેચ સેન્ટર કાર્યરત કરાશે. જ્યાંથી તમામ દર્દીના રિપોર્ટ સહિતની હિસ્ટ્રીની પ્રિન્ટ નીકળશે અને ડેટા મેળવી શકાશે ડો. ત્રિવેદીએ જણાવ્યું કે, ઓપીડીમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવારનો લાભ મેળવે છે. જેથી અહીં ભીડ હોય છે. વિઝીટ દરમિયાન ધ્યાને આવ્યું કે, સવારે 8.30થી લઈ બપોરે 12 વાગ્યા સુધી 8થી 9 ડોકટરોએ 450થી વધુ દર્દીઓને તપાસી લીધા હતા અને દવા આપી હતી. ઓર્થો વિભાગમાં લાઈન જોવા મળતા માહિતી મેળવતા અહીં 3 ક્ધસલ્ટ રૂમ છે. જે વધારી 4 કરવા સૂચના આપી છે.