ચુંટણી પ્રચારમાં રોકવા પ્રયાસ: ‘આપ’ દ્વારા હવે મળતા આંદોલનની તૈયારી
ઝારખંડમાં સાત સમન્સ ફગાવનાર મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રેસ સલાહકાર ઉપરાંત જીલ્લા કલેકટર- ડીએસપી સહિતના અનેક પર ખાણ કૌભાંડમાં ફરી દરોડા
- Advertisement -
દેશના બે નાના પણ વિપક્ષી શાસનના રાજયો ઝારખંડ તથા દિલ્હીના મુખ્યમંત્રી હવે એન્ફોર્સમેન્ટ વિભાગના ટાર્ગેટ પર છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે શરાબ કાંડમાં આજે ત્રીજા સમન્સને પણ ફગાવી તેઓએ હાજર નહી થવા નિર્ણય લેતા હવે ઈડીની કાર્યવાહી શું હશે તેના પર સૌની નજર છે તો બીજી તરફ સાતમા સમન્સનો સામનો કરી રહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન હવે ઈડી તેની ધરપકડ કરી શકે છે તેવા સંકેતો વચ્ચે રાજકીય યુદ્ધની તૈયારી કરી છે.
તે સમયે આજે ફરી એક વખત ઈડીએ સોરેનના મીડીયા સલાહકાર સહિતના નજીકના નિવાસે તથા ઓફિસમાં દરોડા શરૂ કરીને સોરેન પર ભીસ વધારી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની સામેના સમન્સને ગેરકાનુની ગણાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં જાહેર કર્યુ કે અરવિંદ કેજરીવાલ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે પણ તેઓને જે સમન્સ પાઠવવામાં આવ્યું છે તે ગેરકાનુની છે તેનો ઈરાદો અરવિંદ કેજરીવાલની ધરપકડ અને તેને ચુંટણીમાં પ્રચાર કરતા અટકાવવાનો છે.
Delhi CM Arvind Kejriwal will not go to the ED office today, CM wrote to ED.
- Advertisement -
"Ready to cooperate in ED investigation but the agency's notice is illegal. Their intention is to arrest Arvind Kejriwal. They want to stop him from election campaign: AAP https://t.co/Wh1GzkDAK4
— ANI (@ANI) January 3, 2024
અગાઉ કેજરીવાલે ઈડીને એક પત્ર લખીને તેઓને આ કેસમાં કઈ હેસીયતથી બોલાવાયેલ છે તે બાબત પણ નિશ્ર્ચિત નથી અને આ કેસમાં સાક્ષી, શંકાસ્પદ કે પછી મુખ્યમંત્રી તરીકે યથાવત આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે બોલાવાયા છે તે પણ સ્પષ્ટ નથી. આથી આ ફકત રાજકીય બાબત છે અને તેમાં તેથી હાજર થશે નહી.
બીજી તરફ કેજરીવાલ કરતા પણ ગંભીર ગેરકાનુની ખાણ અંગેના રૂા.100 કરોડના ભ્રષ્ટાચારના 2022ના કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સાત સમન્સ મોકલાયા પછી પણ હાજર થયા નથી અને આજે સવારથી ઈડીએ ફરી રાચી અને અન્ય શહેરોમાં સોરેનના પ્રેસ એડવાઈઝર સહિતના નજીકના લોકો પર દરોડા શરૂ કર્યા છે. જયાં એક જીલ્લા કલેકટર તથા તેના રાજસ્થાનના આવાસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સોરેનના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ, હજારી બાગના ડીએસપી રાજેન્દ્ર દુબે અને સાહેબ ગંજના કલેકટર રામનિવાસ પુર્વ ધારાસભ્ય પપુ યાદવ પર આ કાર્યવાહી શરૂ થઈ છે.