ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં આરોગ્યને લઇને મોટા સામે આવ્યા છે, રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ હોસ્પીટલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, પીએમ મોદી બહુ જલદી રાજકોટની એઇમ્સમાં બનેલા ચાર ઓપરેશન થિએટરનું ઉદઘાટન કરી શકે છે. ખાસ વાત છે, નવા તૈયાર થયેલા એઇમ્સના થિએટરો અત્યાધૂનિક ફેસિલિટી સાથેના છે, આની સાથે જ હવે સૌરાષ્ટ્રભરના લોકોને અમદાવાદ કે મુંબઇ સુધી આરોગ્ય સેવા માટે લાંબુ નહીં થવું પડે. રાજકોટમાં આવેલી એઇમ્સ હોસ્પીટલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઇમ્સ હોસ્પીટલમાં નવા ચાર ઓપરેશન થિયેટર બનીને તૈયાર થઈ ગયા છે. આ હોસ્પીટલમાં 250 દર્દીને દાખલ કરી શકાશે. કહેવાઇ રહ્યું છે કે, આનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે બહુ જલદી કરવામાં આવી શકે છે. વડપ્રધાન નરેન્દ્ર મોદીને સમય મળે ત્યારે ટૂંક સમયમાં આનું ઉદઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ વાસીઓને વધુ એક બીજી પણ મોટી ભેટ મળશે. જનાના હોસ્પીટલનું પણ એઇમ્સ હોસ્પીટલની સાથે કરવા માટે તંત્રની વિચારણા ચાલુ છે. નજીવા દરે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ એઇમ્સમાં સારવાર લઈ શકશે. ગંભીર પ્રકારના રોગો અને ઓપરેશન માટે થોડા દિવસ બાદ સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી નહીં જવું પડે. ખાસ વાત એ છે કે, આમાં 25 રૂપિયા દાખલ ચાર્જ છે અને એક દિવસનું બેડનું ભાડું ફક્ત રૂપિયા 35 રાખવામાં આવ્યુ છે. રાજ્યનાં હાર્ટ એટેકના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવતા લોકો ચિંતિત બન્યા છે. તાજેતરમાં 4 યુવાનોના તો ક્રિકેટ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા છે. હવે આ ઘટનાને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે અને રાજકોટ અઈંઈંખજ ખાતે ઈઙઊઝ મશીન મુકવામાં આવ્યું છે. હાર્ટએટેકની ઘટનાઓ વધતા અઈંઈંખજમાં ઈઙઊઝ મુકવામાં આવ્યું છે.
રાજકોટ એઇમ્સમાં ચાર ઓપરેશન થિએટર બનીને તૈયાર, પીએમ મોદીના સમયની રાહ



