ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માંગનાથ રોડ પર ભૂગર્ભ ગટર બનવાનું કામ શરૂ થતા વેપારી એસોસીએશને વિરોધ નોંધાવ્યો હતો અને કામ અટકાવ્યુ હતુ. ત્યારે મનપાના શાસકો અને વેપારી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વેપારીઓએ ત્રણ શરત સાથે ભૂગર્ભ ગટર કામગીરી શરૂ કરવાની વાત કરી હતી. આ શરતોમાં વેપારીઓએ હાલ નવાબી વખતની જુની ગટર છે તેમાં કોઇ નુકશાન ન થવુ જોઇએ અને કામગીરી શરૂ કર્યા બાદ 15 દિવસમાં પૂર્ણ થાય તેવી લેખીત બાંહેધરીની માંગણી કરવામાં આવી છે. ત્યારે વેપારીઓની માંગણીઓને શાસકોએ હકારાત્મક વલણ અપનાવતા મામલો થાળે પડયો હતો. ત્યારે આગામી દિવસોમાં વેપારીઓની શરત મુજબ ભૂગર્ભ ગટરનું કામ થશે કે, પછી શરતોનું ઉલંઘન કરીને કામગીરી કરવામાં આવશે તે આગામી દિવસમાં ખબર પડશે.