ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પ્રધાનમંત્રીએ દેશના યુવાનો સામે વિકસિત ભારતઽ2047નો વિચાર મુક્યો છે. જે માટે યુવાઓ અવાજ નામે પોર્ટલ લોન્ચ કર્યું છે. આ વિચારની સંકલ્પનાને લઈને બાળ સંશોધન વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર અને સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના સંયુકત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે બાળ સંશોધન વિશ્ર્વ વિદ્યાલય ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસેર ડો.અંજના ચૌહાણએ વિકસિત ભારતઽ2047ની સંકલ્પના વિચારબીજ તેમજ તેના કાર્યાન્વયન વિશે કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. 2047 સુધી ભારત વિકસિત બને તેમાં યુવાનોની શું ભૂમિકા છે? તે વિશે તેમણે વિસ્તૃત વાત મૂકી હતી. આ પ્રસંગે સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના પ્રિન્સીપાલ ડો.સ્મીતા બી. છગ એ ડો. અંજના ચૌહાણનું સન્માન કરી વિકસિત ભારતઽ2047ને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ડો.મમતા ચૌહાણ તથા પ્રોફેસર પ્રિયા એલ. મંગે કર્યું હતું.