ડ્રગ્સના જથ્થામાં અન્ય એક શખ્સનું નામ ખુલતા તપાસ શરુ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ સામે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય ભરમાં કડક હાથે કામગીરી કરીને નેસ્તનાબૂદ કરવાની કડક સૂચના અપાતા જૂનાગઢ રેન્જ આઇજી અને પોલીસ અધિકક્ષના માર્ગદર્શન હેઠળ એસઓજી પી.આઈ.એ.એમ.ગોહિલ અને સ્ટાફ દ્વારા માંગરોળના ઇન્દિરા નગર વિસ્તારમાં બાતમીના આધારે રેઇડ કરી હતી જેમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો.
વધુ વિગત મુજબ માંગરોળમાં સ્પેરપાર્ટનો ધંધો કરનાર નિશારઅહેમદ બસીરઅહેમદ શેખ ઉ.52 ગેરકાયદેસર નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા એસઓજીના દરોડામાં નિશારઅહેમદ શેખના ઘરમાંથી 68.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિમંત રૂ.6,81,800 મુદામાલ સાથેન ઝડપી પાડયો હતો અને ઝડપાયેલ આરોપીએ ડ્રગ્સનો જથ્થો જાબીર ઈબ્રાહીમ કુરેશી રહે.માંગરોળ વાળા પાસેથી લાવ્યાનું ખુલ્યું હતું એસઓજી પોલીસે માંગરોળ પોલીસમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથધરી છે.
માંગરોળમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 6.61 લાખના મુદ્દામાલ કબ્જે કરતી SOG
