રાષ્ટ્રપતિપદના ઉમેદવારના દાવાને તાઈવાનના શ્રમમંત્રીએ રદીયો આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભારત એક લાખ શ્રમિકો લઈ જવા માટે તાઈવાન સરકારે ખઘઞ કર્યા હોવાના અમેરિકાના રિપોર્ટને તાઈવાનના શ્રમ મંત્રી સૂ મિંગ-ચૂ એ રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી સરકારની ભારતથી એક લાખ શ્રમિકોને તાઈવાન લાવવાની કોઈ યોજના નથી. આ મામલે ભારત સાથે કોઈપણ પ્રકારનો કરાર અને સમજૂતી પર હસ્તાક્ષર થયા નથી.
સૂ મિંગ-ચૂએ 1 લાખ ભારતીય શ્રમિકો માટે તાઈવાનના દરવાજા ખોલવાની માંગનો કોઈપણ દાવો ખોટો હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ખોટો ઈરાદો ધરાવતા લોકોએ ચૂંટણી લાભ ખાંટવા તેમજ લોકોની માનસીકતા બદલવા આવો બનાવટી દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સીએનએના રિપોર્ટ મુજબ કુઓમિતાંગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યૂ-ઈહે એક લાખ ભારતીય શ્રમિકોને તાઈવાન લાવવા માટે ખઘઞ પર હસ્તાક્ષર કર્યા હોવાનો મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો હતો. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે, એમ્પ્લોઈ મોબિલિટી એગ્રીમેન્ટની યોજના બનાવાઈ રહી હતી. જોકે સૂ મિંગ-ચૂને આ રિપોર્ટને રદીયો આપ્યો છે. હાઉના નિવેદન બાદ સૂ મિંગ-ચૂનનું નિવેદન આવ્યું છે.
ભારતીયોને તાઈવાન લઈ જવા ભારત-તાઈવાન વચ્ચે હસ્તાક્ષર
તાઈવાનની કેન્દ્રીય સમાચાર એજન્સી સીએનએએ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકા મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે, તાઈવાનમાં એક લાખથી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા ડિસેમ્બરની શરૂૂઆતમાં સમજુતી પર પર હસ્તાક્ષર થઇ શકે છે. સીએનએના રિપોર્ટ મુજબ શનિવારે હોઉના કાર્યાલયે કહ્યું કે, એચએસયુએ નવેમ્બરમાં કહ્યું હતું કે, તાઈવાન અને ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા માટે વર્ષના અંતે એક સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. હોઉના કાર્યાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, એમઓયુ પર ક્યારે હસ્તાક્ષર કરાશે અને સમજુતી મુજબ કેટલાક ભારતીય કર્મચારી તાઈવાન લવાશે, તે એચએસયુએ સ્પષ્ટ કહેવું જોઈએ. 13 નવેમ્બરે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા હ્સૂ મિંગ-ચુને કહ્યું હતું કે, કેબિનેટ દ્વારા આ યોજના પર હસ્તાક્ષર બાદ પ્રવાસી ભારતીય શ્રમિકોને લાવવા આ વર્ષના અંત સુધીમાં તાઈવાન અને ભારતે ખઘઞ પર હસ્તાક્ષર કરે તેવી આશા છે.