મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 50 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 9 કેસ JN.1 વેરિઅન્ટના છે. આ સાથે રાજ્યમાં નવા કેસની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. કેરળમાં રવિવારે કોરોનાને કારણે વધુ એક મોત થયું છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 7 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કેરળમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં કેરળ 425 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 707 કેસ સામે આવ્યા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 3 હજાર 792 થઈ ગઈ છે. 24 કલાકમાં 333 લોકો કોરોનામાંથી સાજા થયા છે. કેરળમાં 296 લોકો સ્વસ્થ થયા છે. કેરળ બાદ કર્ણાટકમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં 24 કલાકમાં 104 નવા કેસ નોંધાયા છે અને 8 લોકો સ્વસ્થ થયા છે. કર્ણાટકમાં સક્રિય કેસની સંખ્યા 271 પર પહોંચી ગઈ છે. બીજી તરફ લંડનથી આવેલી 60 વર્ષીય મહિલા અમૃતસરમાં કોરોનાથી સંક્રમિત મળી આવી છે.
- Advertisement -
કેરળમાં કેમ વધી રહ્યા છે કેસ?
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે શુક્રવારે, 22 ડિસેમ્બરે કહ્યું હતું કે નવેમ્બરથી રાજ્યમાં કોવિડના કેસોમાં વધારો થયો છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અહીં અન્ય રાજ્યો કરતાં વધુ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. કોરોના JN.1 ના નવા પ્રકાર અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી
અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નોંધાયેલા કેસમાં નવરંગપુરા, થલતેજ, બોડકદેવ, સાબરમતી, વટવા અને જોધપુરમાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે.જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે.
JN.1 વાયરસથી સાવધાન રહેવાની લોકોને સલાહ
આ બાબતે ડોક્ટરોનું કહેવું છે કે આ વેરિઅન્ટ મૂળ ઓમિક્રોનમાંથી આવ્યું છે. તેથી તેની લહેર આવશે તે નિશ્ચિત છે. મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર નરેશ ત્રેહને કહ્યું કે વિદેશમાં સ્થિતિ વધુ ખરાબ છે. તેમણે કહ્યું કે અમેરિકામાં લોકો હોસ્પિટલોમાં દાખલ થવા લાગ્યા છે.ડો. ત્રેહાને કહ્યું કે આપણે ભારતમાં જે પ્રવાહ જોઈ રહ્યા છીએ. તે જ પ્રવાહ અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે.તેમણે સ્પષ્ટ કહ્યું કે જેએન1ને લઈને સાવધાન રહેવાની જરૂર છે.આને સહેજ પણ હળવાશથી ન લેવું જોઈએ.ડો. ત્રેહને કહ્યું કે લોકો વિચારે છે કે તેના લક્ષણો બહુ ઘાતક નથી અને પછી તેઓ બેદરકાર રહેવા લાગે છે.પરંતુ આમ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે.