દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન થશે
નંદધામમાં 1.50 લાખથી વધુ આહીર સમુદાય ઉત્સવનો સાક્ષી બનશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણાની ભૂમિમાં ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. આજે 23 અને આવતીકાલે 24 ડિસેમ્બરે શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં 37 હજાર જેટલી આહિરાણી દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાશે.
ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ, બાણાસુરના પુત્રી અને પુત્ર અનિરૂૂદ્ધની પત્ની ઉષા રાસ રમ્યા હતા. તેમની સ્મૃતિરૂૂપે યાત્રાધામના આંગણે આ ઉત્સય ઉજવાઇ રહ્યો છે. યાદવકુળની 37 હજાર આયરાણીઓ રાસ રચીને ભગવાનના ચરણોમાં સમર્પિત કરશે. આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આપોજિત કરવામાં આવ્યો છે જે વિશ્ર્વરેકોર્ડ બનશે. આ કાર્યક્રમમાં પધારવા માટે પહેલી કંકોતરી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. 23મી ડિસેમ્બર ને શનિવારના રોજ રાસ ઉત્સવ શરૂૂ કરી, મુખ્ય આયોજનમાં 24મી ને રવિવારે સવારે પાંચ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં દ્વારકા સ્થિત રૂૂકમણી માતાના મંદિરની પાછળના ભાગે વિશાળ ગ્રાઉન્ડમાં 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પરિધાન પહેરીને મહારાસ કરશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિયાત્રા કાઢવામાં આવશે.