ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દારૂની રેલમછેલ બોલાવવા માટે બુટલેગરો પડમાં આવી ગયા છે તો પોલીસ પણ સામે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે 31 ડિસેમ્બર અન્વયે દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે એલસીબી ઝોન 1 પીએસઆઈ બી વી બોરીસાગર અને તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના સત્યજીતસિહ જાડેજા અને રવિરાજભાઈ પટગીરને મળેલી બાતમી આધારે કુવાડવા રોડ ઉપર પટેલ વિહાર પાસે વોચ ગોઠવી દારૂની 360 બોટલ સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પોલીસે પરસાણાનગર રીના એપાર્ટમેન્ટમાં રહેતા શબ્બીર કાળુભાઇ શેખ, ભગવતીપરા મોંમાઈ રેસિડેન્સીના અયાઝખાન ફિરોઝખાન પઠાણ અને ગવલીવાડના આસિફ ઉર્ફે માયો ઇબ્રાહિમભાઈ થેબાપૌત્રાને દારૂની 360 બોટલ સાથે ઝડપી લઈ તેમની પાસેથી દારૂ, એક પિકઅપ વાન, બે એક્ટીવા અને ત્રણ મોબાઈલ સહિત 4.88 લાખનો મુદામાલ કબજે લઈ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તે સહિતના મુદે તપાસ હાથ ધરી ત્રણેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
બમણી કમાણી કરવાના ઇરાદે 360 બોટલ દારૂ લઈ આવતી ત્રિપુટીને ઝડપી લેતી LCB
