હરરાજીમાં 20 કિલોનો રૂા.2500થી 4700 સુધીનો બોલાયો ભાવ
જગ્યા ટૂંકી પડતા આવક પર રોક: ખરીદી માટે અન્ય રાજયોના વેપારીઓનો પડાવ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે ગત સાંજ ના માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક મરચાની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 50 હજાર ભારી ની આવક નોંધાઈ છે.
સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી જેવાકે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જીલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીં નું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. મરચાની યાર્ડમાં આજ રોજ અંદાજે 50 હજાર ભારી ની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચા ના ભાવ 2000/- થી 4700/- રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડ માં
સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા ગોંડલ યાર્ડ માં આવે છે. અન્ય રાજ્યો માંથી વેપારીઓ માલ ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે. જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.