રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજનના સાત ટેન્ક 140 બેડ અને મેડિસિનની ચકાસણી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના રહસ્યમય વાયરસને પગલે રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં દવા બેડ તૈયાર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.ત્યારે આજ રોજ રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દવાનો પૂરતો સ્ટોક,બેડની વ્યવસ્થા,અલગ વોર્ડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. ચીનમાં અસંખ્ય લોકો નવા પ્રકારના તાવમાં પટકાયા છે. ખાસ તો બાળકો અને યુવાનોમાં ઝડપભેર પ્રસરી રહેલાં આ તાવથી કોરોના જેવી નવી મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એલર્ટ જારી કર્યો છે.જેમાં કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી છે.અને તમામ રાજ્ય સરકારને તા.13 થી લઇ તા.20 સુધીમાં સરકારી હોસ્પિટલમાં મોકડ્રિક યોજવા માટે સૂચના આપવામાં આવી છે.ત્યારે રાજકોટની પી.ડી. યુ સિવિલ હોસ્પિટલમાં આજ સોમવારના મોકડ્રીલ યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં રહેલા સાત ઑક્સિજન ટેન્કની ચકાસણી કરવામાં આવી હતી તેમજ પીએમએસએસવાય બિલ્ડિંગમાં બાળકોમાં માટે 100 બેડ તેમજ અન્ય 40 તેમ કુલ 140 ખાલી રાખવામાં આવેલા બેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.