દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી રહેવાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આજથી એટલે કે 16મી ડિસેમ્બરથી હિમવર્ષાની ગતિવિધિઓ નોંધાઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડા સાથે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે. તેમજ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી જમ્મુ-કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળશે.
દિલ્હી-ગઈછમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં શુક્રવારની સવાર આ સિઝનની સૌથી ઠંડી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે આજે આકાશ સ્વચ્છ રહેશે. સવારે ધુમ્મસ રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 25 અને પાંચ ડિગ્રી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં આજે એટલે કે શનિવારે હિમવર્ષા થઈ શકે છે. આ સાથે જમ્મુ-કાશ્ર્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 16 અને 17 ડિસેમ્બરે હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ-હરિયાણામાં આગામી ચાર દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. દિલ્હીની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન 05 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાશે. સાથે જ હળવું ધુમ્મસ પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસની કોઈ ચેતવણી નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે તામિલનાડુ, કેરળ અને માહેમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, કેરળના કેટલાક વિસ્તારોમાં 16 અને 17 ડિસેમ્બરે ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં 16 થી 19 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
હિમાચલમાં હિમવર્ષા, પંજાબ-હરિયાણામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
