ખાસ-ખબર સંવાદદાતા
વિરાણી હાઈસ્કૂલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના પેનલ એડવોકેટસનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજકોટ શહેર ભાજપના મહામંત્રી તેમજ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના ડીરેકટર માધવભાઈ દવે, કાર્તિકેયભાઈ પારેખ તથા કીર્તિદાબેન જાદવ તથા અધિકારી જીજ્ઞેશભાઈ દવેએ હાજર રહી વકિલોના આ મહાસંમેલનને સંબોધન કર્યું હતું. પ્રાસંગીક પ્રવચન દરમિયાન કીર્તિદાબેન જાદવએ સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા માટે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના પેનલ એડવોકેટસને આહ્વાન કર્યું હતું.
આ સંમેલનમાં બેન્કના ડીરેકટર તેમજ રાજકોટ શહેર ભાજપના મહામંત્રી માધવભાઈ દવેએ પોતાની લાક્ષણિક અદામાં પેનલના એડવોકેટસને સંબોધિત કરી અને તેઓએ સમરસ પેનલના પ્રમુખ તથા તેમની ટીમને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે રાજકોટ બાર એસોસિએશનની હાલની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર કમલેશભાઈ શાહએ પોતાના પ્રવચનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણ અભિયાનને ધ્યાને લઈ આગામી પોતાના ચૂંટણીના ઢંઢેરામાં નવા કોર્ટ બિલ્ડિંગમાં મહિલા એડવોકેટોને અદ્યતન બાર-રૂમ સાથે તમામ પ્રકારની સગવડતાઓ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરવાના વચનો આપેલા તેમજ બાર અને બેન્ચ સાથે અનુકુળ વાતાવરણમાં તેમજ એડવોકેટોને કોઈ તકલીફ ન પડે તે અંગે પોતાની પેનલ દ્વારા એડવોકેટો સાથે હરહંમેશ ઉભા રહેશે અને તેઓના સતત પ્રયત્નો રહેશે તે અંગે માહિતી આપી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ હાજર રહ્યા હતા. બેન્કના ડીરેકટર તેમજ ધોરાજીના મદદનીશ સરકારી વકિલ કાર્તિકેયભાઈ પારેખે પણ પોતાના વક્તવ્યમાં સુક્ષ્મ આયોજનના ભાગરૂપે આગામી ચૂંટણીમાં સમરસ પેનલની તરફેણમાં એડવોકેટોના ઘરે-ઘરે વેગવંતો પ્રચાર કરી અને સમરસ પેનલની તરફેણમાં જંગી મતદાન કરવા માટેનું યોગ્ય સૂચન કર્યું હતું, તેમજ રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીના સેક્રેટરીપદના ઉમેદવાર પી. સી. વ્યાસે પણ પોતાની સમરસ પેનલના તમાન ઉમેદવારોને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મહાસંમેલનમાં ભૂતપૂર્વ જિલ્લા સરકારી વકિલ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ આગેવાન જી. કે. ભટ્ટ, અધિવક્તા પરિષદના જયેશભાઈ જાની, પ્રશાંતભાઈ જોશી, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. 11ના પ્રભારી પરેશભાઈ ઠાકર, સરકારી વકિલ રક્ષિતભાઈ કલોલા તેમજ સરકારી વકિલ આબિદભાઈ સોસન, અશ્ર્વિનભાઈ મહાલીયા, સંધ્યાબેન પારેખ, નોટરી રૂપેશભાઈ અનડકટ તેમજ વિનુભાઈ વ્યાસ, શૈલેષભાઈ દવે, કિરીટભાઈ ગોહેલ, જયપ્રકાશભાઈ ફુલારા, હેમેનભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ લાઠીગ્રા, રજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા, ઈશાબેન સોલંકી, અલ્કાબેન પંડ્યા તેમજ સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના પેનલ એડવોકેટો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.