રાજકોટ : ગામથી અન્ય ગામને પરિવહન ક્ષેત્રે જોડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે આશીર્વાદ સમાન છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના -૩ બેચ-૨ હેઠળ કુલ ૬૧.૦૫ કિલોમીટરના રુ.૨૮૯૯ લાખના કુલ પાંચ કામો મંજૂર થયા છે. આ કામો હવે ટૂંક સમયમાં શરૂ થશે.
આ યોજનામાં વર્ષ ૨૦૨૧માં બેચ ૧ હેઠળ કુલ ૪૩.૫૧ કિલોમીટરના રૂ. ૨૭૨૫.૩૬ લાખના કુલ ચાર કામો મંજૂર થયા છે. જે પ્રગતિમાં છે .આ કામોમાં જસદણ તાલુકામાં આટકોટ ગુંદાળા રોડ, ભાડલા વીરપર હડમતિયા રોડ, જેતપુર તાલુકામાં દેરડી લીલાખા રોડ અને ગોંડલ તાલુકામાં મોટી ખીલોરી ધરાળા રાવણા રોડ નો સમાવેશ થાય છે.