ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજન ના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના દ્વારાકર્મયોગીઓ હાલમાં પૂર્ણ થયેલ ગિરનાર પરિક્રમા રૂટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
આ સ્વછતા અને પ્રકૃતિલક્ષી કાર્યમાં કુલ 86 અધિકારીઓ કર્મચારીઓ સ્વેચ્છિક જોડાઈને સ્વચ્છતાલક્ષી શ્રમદાન આપી ગિરનાર દક્ષિણ રેન્જમાં બોરદેવી ફોરેસ્ટ નાકા નજીક ગિરનાર પરિક્રમાના 2 કિલોમીટરના રૂટ અને રસ્તાની બંને બાજુ 400 મીટરની ત્રિજ્યામાં સફાઈ હાથ ધરી પ્લાસ્ટિકનો 1 ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 86 કર્મયોગીઓએ પરિક્રમા રૂટની સફાઈ કરી
