આઇફોનની જાહેરાત જોઇ મેસેજ કર્યો અને રૂપિયા ગુમાવ્યાં
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢનાં યુવાને ઇન્સ્ટાગ્રામમાં આઇફોનની જાહેરાત જોઇ હતી.બાદ તેમાં મેસેજ કર્યો હતો. બાદ જુદાજુદા ચાર્જનાં નામે 99671 રૂપિયા ભર્યા હતાં. બાદ આઇફોન મળ્યો ન હતો.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર આવેલા પાવન પાર્કમાં રહેતા ગૌતમ મનસુખભાઇ વસાણી (ઉ.વ.21) ગત તા. 21-7-2022 ના ઝાંઝરડા રોડ પર હતા. ત્યારે તેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.પર સ્ટોર એપલ ઇન નામના આઇડી પર સસ્તામાં આઇફોનની જાહેરાત જોઇ હતી. જેમાં તેણે મેસેજ કર્યો હતો અને બાદમાં હેલ્પલાઇન નંબર પરથી મેસેજ દ્વારા જાણ કરવામાં આવતા ગૌતમે ફોન કર્યો હતો. જેમાં અજાણ્યા હિન્દી ભાષી શખ્સે બેંગ્લોર એપલ સ્ટોરમાંથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું. તેને એપલ 13 ફોન લેવાની વાત કરતા તેણે રૂપિયા 20 હજાર રૂપિયામાં ફોન અને તેના રજીસ્ટ્રેશન માટે રૂપિયા 599 ફી ભરવાની કહેતા ગૌતમે તે પૈસા કયુઆર કોડ મારફત ટ્રન્સફર કર્યા હતા. ત્યારબાદ આ શખ્સોએ વિવિધ ચાર્જના નામેે ગૌતમ પાસેથી કુલ રૂપિયા 99671 ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ન સસ્તો ફોન મોકલ્યો હતો કે ન પૈસા પરત આપ્યા હતા. આ મામલે ગૌતમે સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના આધારે સાયબર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.