હજુ અનેક માર્ગો જળબંબાકાર : સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા, ગીર સોમનાથ અને સોરઠમાં સૌથી વધુ અસર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજયમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે માર્ગો જળબંબાકાર થતા અને ગાબડા પડી ખરાબ થઇ જતા કુલ 939 માર્ગ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. જેમાં પાંચ નેશનલ હાઇવે, 66 સ્ટેટ હાઇવે, 2 નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના માર્ગ, 774 પંચાયતના માર્ગ અને અન્ય 9ર માર્ગનો સમાવેશ થાય છે.
- Advertisement -
સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માર્ગો સૌથી વધુ અસરગ્રસ્ત થવા પામ્યા છે. કેટલાક માર્ગોની હાલત એટલી ખરાબ છે કે સંપૂર્ણ મરામત વિના વાહન વ્યવહાર માટે મંજૂરી આપી શકાય તેમ નથી.
ગુજરાતમાં અનેક જિલ્લામાં વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જે નેશનલ હાઇવેને અસર પહોંચી છે તેવા જિલ્લામાં છોટા ઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના બે માર્ગનો સમાવેશ થાય છે. પંચાયત હસ્તકના ખરાબ થઇ ગયેલા માર્ગોને દુરસ્ત કરાય તે પહેલા વધુ માર્ગોનો તેમાં ઉમેરો થઇ કુલ 781 માર્ગ હાલ વિવિધ જિલ્લામાં બંધ સ્થિતિમાં છે. જેમાં પાણી ભરાયાની સ્થિતિનો પણ સમાવેશ થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા માર્ગોની ગુણવતા કેટલી ખરાબ અને તકલાદી છે તે પણ ભારે વરસાદના કારણે બહાર આવ્યું છે. તંત્ર દ્વારા સ્ટેટ હાઇવે ઉપર ખરાબ માર્ગ અને ગાબડાનું રીપેરીંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવત થાય તે માટે સતત કામગીરી ચાલી રહી છે.
વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં 613 ગામોમાં લાઇટ બંધ થતા PGVCLની ટીમ ફિલ્ડમાં, 1122 વીજ પોલ ડેમેજ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અને ફરિયાદો સામે આવી છે. 613 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી છે અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11 22 વીજપોલ ડેમેજ થઈ ગયા છે જ્યારે 67 ઝઈ ડેમેજ થઈ ગયા છે અને 1,528 ફીડર બંધ હોવાનુ સામે આવ્યું છે. જ્યારે રાજકોટ શહેરમાં વરસાદને કારણે લાઈટ ગૂલ થઈ ગયાની 317 ફરિયાદો ાલદભહ માં નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરમાં 6 વીજ પોલ અને 2 ઝઈ ડેમેજ થઈ ગયા હતા. જ્યારે ગ્રામ્યમાં 189 ફીડર બંધ થઈ ગયા હતા તો 54 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ છે તો 146 વીજ પોલ અને 3 ઝઈ ડેમેજ થઈ ગયા છે. ગામડાઓની જો વાત કરવામાં આવે તો આજે જામનગરમાં સૌથી વધુ 369 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સિવાય મોરબીના 46, પોરબંદરના 62, જુનાગઢના 2, ભુજના 7, ભાવનગર અને બોટાદના 13 – 13 તો અમરેલીમાં 31 અને સુરેન્દ્રનગરમાં 16 ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો જેને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.