ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ
દરેક વિધાનસભા વિસ્તારમાં મહિલા સંચાલિત અને મોડલ બુથ તૈયાર થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટની 8 વિધાનસભા બેઠક માટેની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે તેવું આજરોજ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે આગોતરી તૈયારી શરૂ કરી દેવાઈ છે જેમાં ચૂંટણી પંચ દ્વારા મતદારો અંગેના મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. વધમાં ચૂંટણીને અનુલક્ષીને નવી મતદાર નોંધણી, ઈ.વી.એમ. મશીનના વેરહાઉસ, ચૂંટણી બુથ, બી.એલ.ઓ. ટ્રેનીંગ, વોટર્સ કાર્ડ, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા સૌ કોઈની ટ્રેનીંગ, મતદાન મથકો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ગોઠવવામાં આવશે. આ ઉપરાંત નવા મતદારોમાં તમામ માધ્યમો દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની અને વોટર અવેરનેસ ફોરમની પ્રવૃત્તિને વેગ આપવામાં આવશે.
મતદાન માટે દરેક કેટેગરીના લોકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજવામાં આવશે. દરેક વિધાનસભા વિસ્તારમાં મહિલા સંચાલિત અને મોડલ બુથ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી અનુલક્ષી સી વીઝીલન્સ એપનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે જેનાથી પબ્લીક અને પાર્ટી રીપોર્ટ કરી શકશે. બુથ વિઝીટ કરવામાં આવી રહ્યું છે તથા જે વિસ્તારમાં ઓછું મતદાન થાય છે તે અંગે જાણકારી મેળવાશે તથા 907 સંવેદનશીલ બુથો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. આ વખતે 10 ટકા વધુ મતદાન થશે તેવું અંતમાં કલેકટરે જણાવ્યું હતું.