શહેર ભાજપ-તાલાલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા બે દિવસીય કાર્યક્રમ સંપન્ન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણકારી સેવા સુશાસન નાં 11 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે તાલાલા તાલુકા હેલ્થ વિભાગના સહયોગથી તાલાલા શહેર ભાજપ દ્રારા 70 વર્ષથી ઉપરના વડીલોને આયુષ્યમાન કાર્ડ આપવાનો બે દિવસીય કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ ગંગદેવ ની ઉપસ્થિતિમાં જલારામ મંદિરમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આયુષ્યમાન વય વંદના યોજના હેઠળ નગરના 90 વડીલોને સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ એનાયત થયાં હતાં.
- Advertisement -
આ કાર્ડધારક વડીલોનો રૂ.10 લાખ સુધીનો આરોગ્ય સારવાર ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.નગરના વડીલો માટે અતિ ઉપયોગી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવતા વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર,જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા વિગેરે અગ્રણીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



