જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ધોરણ 12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 89.15% અને વિજ્ઞાન પ્રવાહનું 84.48% પરિણામ જાહેર થયું છે.
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરીને સારી સફળતા મેળવતા વિદ્યાર્થી ભાઈ – બેહનો અને સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ખુશી જોવા મળી છે.સામાન્ય પ્રવાહમાં આર્ટસ અને કોમર્સનું પરિણામ જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 9002 વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 8923 વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને હાજર રહ્યા હતા. જાહેર કરાયેલા પરિણામ અનુસાર જિલ્લાનું સરેરાશ પરિણામ 89.15 ટકા રહ્યું છે. જયારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં જોઈએ તો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 2534 વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાંથી કુલ 2532 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન પ્રવાહનું સરેરાશ પરિણામ 84.48 ટકા જોવા મળ્યું છે. આમ આજ રોજ જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 89.15% અને વિજ્ઞાન પ્રવાહનું 84.48% પરિણામ જાહેર થતા વિદ્યાર્થી ભાઈ – બેહનોમાં ખુશી જોવા મળી હતી અને એ – 1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સ્કૂલ સંચાલકો અને વાલીઓ દ્વારા અભિનંદન પાઠવી વધુ પ્રગતિ તેવી શુભકામના પાઠવી હતું.