પોરબંદર જિલ્લામાં પેરા મિલિટરી ફોર્સની 3 કંપની ઉપરાંત 1300 પોલીસ કર્મચારીઓનો કડક બંદોબસ્ત
મતદાનના 72 કલાક પૂર્વે પોરબંદર જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર કે.ડી.લાખાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
પોરબંદર લોકસભાની બેઠક અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી ના 7મી મેના મતદાનની કામગીરીની તમામ તૈયારીઓ પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્રએ પૂર્ણ કરી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાનના 72 કલાક પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્રએ મતદાનની કામગીરી શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટેની તમામ નિયત તૈયારીઓ પૂર્ણ કરી છે તેમ આજે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી.લાખાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર અને જીલ્લા ભગીરસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ મિટિંગમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને માર્ગદર્શિકા અનુસાર તમામ પ્રકારની તાલીમ અપાઈ ચુકી છે. ચૂંટણી સ્ટાફ અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર તા. 7 મેની મતદાનની કામગીરી માટે સુસજ્જ છે.
- Advertisement -
પોરબંદર લોકસભામાં સાત વિધાનસભા સમાવિષ્ટ છે. જે અંતર્ગત પોરબંદર ,રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે તે મુજબ પોરબંદર, કુતિયાણા, ગોંડલ ,જેતપુર ધોરાજી, માણાવદર અને કેશોદ વિધાનસભા વિસ્તારના કુલ 1806 મતદાન મથકો 11- પોરબંદર લોકસભામાં આવરી લેવામાં આવશે. જેમાં પોરબંદર વિધાનસભાના 248 અને કુતિયાણા વિધાનસભાના 236 મળી જિલ્લાના 484 મતદાન મથકો છે. મતદાન મથકોના લોકેશનો જિલ્લામાં 271 અને સમગ્ર મળીને 1047 છે.
પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભામાં 69 અને કુતિયાણામાં 109 મળી 178 તેમજ સમગ્ર બેઠક પર 602 જોખમી મતદાન મથક આઇડેન્ટીફાય કરી જરૂરી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 14 જ્યારે સમગ્ર બેઠક પર 49, પી.ડબ્લ્યુ.ડી મતદારોની સુવિધા સાથે જિલ્લામાં 2 અને સમગ્રતયા 7, યુવા મતદાન મથક 1, મોડેલ મતદાન મથક વળી કુલ 64 ખાસ પ્રકારના મતદાન મથકો ઉભા કરવામાં આવશે. ચૂંટણી ફરજ પર પોરબંદર અને કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં 1040કર્મચારીઓ જેમાં 520 મહિલા પોલીસ ઓફિસર ફરજ બજાવશે. બેઠકમાં કુલ 8057 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
જેમાં 2816 મહિલા પોલિંગ ઓફિસર, કુલ 1990 પ્રિસાઇડિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર ખાતે માધવાણી કોલેજ અને કુતિયાણા વિસ્તાર માટે જવાહર નવોદય વિદ્યાલય અને રીસીવિંગ સેન્ટર રહેશે. પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણી બંને ઘ્યાને લઈ 310 પ્લસ 310 બી યુ, 310 પ્લસ 310 સિયુ અને 334 પ્લસ 334 વિવીપેટ ઉપયોગમાં લેવા માટે સજ્જ કરાયા છે. કુતિયાણામાં 295 બિયુ 295 સિયુ અને 318 વિવીપેટ રખાશે. પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા તેમજ માણાવદર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પોરબંદરમાં કરવામાં આવશે. પોરબંદર પોલિટેકનિક ખાતે 9 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે.
SFT સહિતની 132 ટીમો
પોરબંદર જિલ્લામાં એસ એસ ટી ની 18 ફલાઇંગ સ્કવોડ 12, વીએસટી 11, એઈઓ -2, વી વી ટી 6 તેમજ સમગ્ર બેઠકમાં એસએસપી 45 ફલાઇંગ સ્કવોડ 36, વી એસ ટી 25,એઈઓ 7 અને વીવીટી 19 મળી 132 ટીમો ની રચના કરવામાં આવી છે અને હાલ મતદાનના 72 કલાક બાકી હોય આ કામગીરીને સઘન બનાવવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં હિટવેવ ના સંદર્ભે તેમજ પોલિંગ સ્ટાફ અથવા તો મતદાર ના આરોગ્યની સારવાર સંદર્ભે પ્રાથમિક સારવારની કીટસ તૈયાર કરવામાં આવી છે. દરેક ઝોનલના રૂટ પર એક મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે તેમજ સ્ટાફ જ્યારે મતદાન મથકે રવાના થશે અને વસ્તુઓ મેળવશે તેની સાથે એક આરોગ્ય ની કીટ જેમાં ઓઆર એસ સહિત પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મતદાન મથક પર આશા વર્કર આરોગ્ય કાર્યકર તેમજ મતદાર સહાયતા સ્ટાફ ની નિયુક્તિ કરવામાં આવી છે. દરેક મતદાન મથક ખાતે મિનિમમ ફેસીલીટી જેવી કે રેમ્પ ,લાઈટ ,ફર્નિચર પીવાનું પાણી જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જિલ્લા પોલીસવડા ભગીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં 10 ચેકપોસ્ટ ખાતે પણ પોલીસ ફરજ બજાવી રહી છે જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ખર્ચ અંતર્ગત દેખરેખ અંતર્ગત વિવિધ ટીમોમાં પણ પોલીસના સભ્યો ફરજ બજાવે છે. સેન્ટ્રલ પેરા મિલેટ્રી ફોર્સની ત્રણ કંપની, અને હોમગાર્ડ પોલીસ જવાનો છે 1300 પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે 39 ગ્રુપ પોલીસ મોબાઇલ કાર્યરત છે.10 ક્યુઆરટી ની ટીમ પણ કામ કરી રહી છે.
મતદાનના દિવસે આટલું ધ્યાનમાં રાખો
મતદાન મથક ની અંદર મોબાઈલને મંજૂરી નથી. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ માત્ર જાણકારી માટે છે તે મતદાર તરીકેની ઓળખનો પુરાવો નથી માટે વોટર આઇડી કાર્ડ જેને ચૂંટણી કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સાથે રાખો અથવા એ સિવાયના બાર પુરાવા માંથી કોઈ એક પુરાવો માન્ય રહેશે.
પોરબંદરના કલેકટરનો સંદેશ
1. તા. 7 મે ના રોજ અવશ્ય મતદાન કરીએ.
2. વોટર સ્લીપ માત્ર જાણકારી માટે છે, ચૂંટણી ઓળખ કાર્ડ મતદાન વખતે સાથે લઈ જઈએ. કાર્ડ ના હોય તો અન્ય 12 પુરાવા માન્ય છે.
3. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવો નહીં.
4. હિટ વેવને ધ્યાનમાં રાખી કાળજી લઈએ, તબિયત બગડે તો ફરજ પરના આરોગ્ય સ્ટાફને જાણ કરી સારવાર લઈએ.