ટ્રેન બંધ; બસો રોકી દેવામાં આવી, હાઈવે પર ટાયરો સળગાવ્યા, દુકાનો બંધ, મુસાફરો ચાલી જતા જોવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
જાતીય સતામણીના ભોગ બનેલી વિદ્યાર્થિનીના મૃત્યુના વિરોધમાં ગુરુવારે ઓડિશામાં વિપક્ષે બંધનું એલાન આપ્યું હતું. ભદ્રકમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી હતી. ભુવનેશ્વરમાં બસો રોકી દેવામાં આવી હતી. મુસાફરોને ઘરે પગપાળા જવું પડ્યું હતું.ભદ્રક જિલ્લામાં ચેન્નાઈ-કોલકાતા હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. તેના કારણે ટ્રકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. આસપાસની ઘણી દુકાનો બંધ રાખવામાં આવી હતી. બજારમાં શાંતિ છવાઈ ગઈ હતી. મયુરભંજમાં પણ લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સહિત 8 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બીજૂ જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી સીપીઆઈ(એમ), સમાજવાદી એકતા કેન્દ્ર (એસયુસીઆઈ) ના નેતાઓ અને કાર્યકરો પણ જોવા મળ્યા હતા.12 જુલાઈના રોજ ઓડિશાના બાલાસોરમાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજની એક વિદ્યાર્થીનીએ ઉત્પીડનથી કંટાળીને પોતાને આગ લગાવી દીધી. તેણે તાત્કાલિક એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં 20 વર્ષીય વિદ્યાર્થીનીનું 14 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું.