LCB ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે બેડી હડમતીયા રોડ ઉપર ચાલતી ઘોડિપાસાની ક્લબ ઉપર દરોડો પાડી 8 શખ્સોને 3 લાખના મુદામાલ સાથે દબોચી લીધા બાદ નવા કાયદા મુજબ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓને જેલહવાલ કરવાનો હુકમ કર્યો છે રાજકોટનો આ કદાચ જુગારના કેસમાં આ પ્રથમ કિસ્સો હોય તેવું જાણવા મળ્યું છે.
- Advertisement -
રાજકોટ એલસીબી ઝોન 1 પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમે બેડી હડમતીયા રોડ ઉપર ચાલતી ઘોડીપાસાની ક્લબ ઉપર દરોડો પાડી ક્લબ સંચાલક એવા ભિસ્તીવાડમાં રહેતા અને તાજેતરમાં જ ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર મુક્ત થયેલ એજાઝ ઉર્ફે ટકો અકબરભાઈ ખિયાણી, હાજી ઈસ્માઈલભાઈ જુણેજા, સદામ ઉર્ફે ઇમુ હુશેનભાઈ શેખ, યુસુફ ઉર્ફે બકરો હબીબભાઈ ઠેબા, મહેબૂબ અલ્લારખાભાઈ અજમેરી, ઇમ્તિયાઝ ઉર્ફે ઠૂઠો અલ્લારખાભાઈ, પરેશ રમેશભાઈ ઝાલા અને તુષાર રમેશભાઈ લીડીયાની ધરપકડ કરી રોકડ 25,800, 39,500ના 9 મોબાઈલ, 2.35 લાખના 7 બાઇક સહિત 3,00,300 રૂપિયાનો મુદામાલ કબજે કરી નાસી છૂટેલા જુમો ઠેબાપુત્રા, જાવેદ ઉર્ફે પાઈદુ હુશેનભાઈ કુરેશી અને અનિલ વેલજીભાઈ ચૌહાણની શોધખોળ હાથ ધરી છે.
પકડાયેલ 8 આરોપી સામે નવા કાયદા મુજબ 122-2 મુજબ વોરંટ ભરવાની કામગીરી કરી તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા દરમિયાન કોર્ટે તમામના નવા કાયદા મુજબ જામીન નામંજૂર કરી તમામને જેલહવાલે કરવાનો હુકમ કરતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા છે રાજકોટનો આ પ્રથમ કિસ્સો છે જેમા જુગરધારામા જ્યાં જે તે પોલીસ સ્ટેશનમાં ટેબલ જામીન મળતા હોય તેને બદલે જેલહવાલે કરવામાં આવ્યા છે.એ ઘોડીપાસા ક્લબ પર દરોડો પાડ્યો હતો.



