મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગ, આઇસીડીએસ, સરકારી મેડિકલ અને ડેન્ટલ કોલેજના કુલ 30 કામોનો સમાવેશ: મહાનગરપાલિકાના 23 કામો માટે 254.54 કરોડનું થશે ખર્ચ
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
- Advertisement -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જામનગર મહાનગરપાલિકાના,શિક્ષણ વિભાગના, આઈ.સી.ડી.એસ. વિભાગ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ, સરકારી ડેન્ટલ કોલેજના વિવિધ વિકાસના 30 કામો રૂ 430.50 કરોડના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ આગામી તા. 7 જૂન 2025ના રોજ કરવા કરશે.મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ વહીવટ તંત્ર દ્રારા બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.
આગામી તા.7મીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ 30 કામો રૂ.430.50 કરોડના ખાતમહુર્ત અને ખાતમુહૂર્ત કરશે. જેમાં જામનગર મહાનગરપાલિકાના કુલ 23 કામો રૂ.254.54 કરોડના છે.તેમાં ખાતમુહૂર્તના કુલ 19 કામો રૂ.222.11 કરોડના કરવામાં આવશે.તેમજ કુલ 4 કામો રૂ.32.34 કરોડના લોકાર્પણના કરશે.તે કામોમાં જામનગર મહાનગરપાલિકાના 3 સામુહિક આરોગ્ય કેન્દ્રો, અટલ બિહારી સભાગૃહ (જનરલ બોર્ડ બિલ્ડીંગ) સહિતના પ્રકલ્પોના લોકાર્પણ કરશે.
શિક્ષણ વિભાગના કુલ 4 કામો રૂ.2.20 કરોડના લોકાપર્ણ કરશે. અને આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયતના એક કામ રૂ..10 કરોડનું લોકાપર્ણ કરશે. તેમજ એમ.પી.શાહ મેડિકલ કોલેજમા રૂ.115.39 કરોડના કામનું ખાતમુહૂર્ત તેમજ સરકારી ડેન્ટલ કોલેજમાં રૂ.58.26 કરોડના ખર્ચેતૈયાર થનાર મેડીકલ કોલેજની બે હોસ્ટેલો ખાતમુહૂર્ત કરશે.મહાનગરપાલિકા દ્રારા શહેરની ભાગોળે બે ઓવર બ્રીજ સહિતના કરોડોના પ્રજાલક્ષી પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવશે. કાર્યક્રમના આયોજન માટે મહાનગરપાલિકા અને વહિવટી તંત્ર દોડધામમાં પડયું છે.
કોર્પોરેશન દ્વારા શહેરમાં બેડી રીંગ રોડ, રણજીતસાગર રોડ ઉપર પટેલપાર્ક પાસે તથા હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રૂ.36 કરોડથી વધુના ખર્ચે 50-50 દર્દીઓના બેડ, મીની ઓપરેશન થિયેટર, પસુતિગૃહ સહિતની સુવિધા ધરાવતા લાંબા સમયથી તૈયાર 2 એવા ત્રણ આધુનિક સામુહિક : આરોગ્ય કેન્દ્રો, કોર્પોરેશનના પાંગણમાં તાજેતરમાં જ રૂ.8 કરોડના ખર્ચે બનેલા જનરલ. બોર્ડના સભાગૃહ સહિતના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત તાજેતરની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરાયેલા ખંભાળીયા હાઈવેની શરુઆતમાં સમર્પણ સર્કલ ઉપરના અને કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસેના ઓવરબ્રીજ તથા મેડિકલ કોલેજમાં રૂ.116 .કરોડના ખર્ચે બનનારી પીજીની અને બોયઝ હોસ્ટેલના પ્રકલ્પો,સહિતના સંખ્યાબંધ પ્રકલ્પો ના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમને લઈ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ દ્રારા ઉચ્ચ અધિકારીઓ દ્રારા મીટીંગનો દોર શરૂ કરી દેવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને લઈ જામનગર શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્રારા તડામાર તૈયારી અંગે બેઠક શરૂ કરી દેવાય છે.