રાજ્યમાં સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોધાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમા સારા વરસાદને પગલે 72 જેટલા જળાશય છલકાયા છે. આ ઉપરાંત રાજ્યમા સીઝનનો અત્યાર સુધીમા સૌથી વઘુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લામાં વરસાદ નોધાયો હતા. અગામી સમયમાં પણ દ્વારકા, કચ્છ, જાનનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
- Advertisement -
રાજ્યમાં ભારે વરસાદને લઇને જળાશયો પણ છલકાયા છે. રાજ્યના 72 જળાશયો સારા વરસાદને પગલે છલકાયા છે. આ 72 જળાશયો 90 ટકા ભરાયા છે જેથી આ જળાશયને લઇને રાજ્ય સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યા છે. રાજ્યના 15 જળાશય 80 થી 90 ટકા ભરાયા છે. જેથી રાજ્ય સરકારે 15 જળાશયને એલર્ટ જાહેર કર્યા છે. રાજ્યના 20 જળાશય 70 થી 80 ટકા ભરાયા છે જેથી આ 20 જળાશયને વોર્નિગ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના 99 જળાશય 70 ટકા જેટલા ભરાયા છે. રાજ્યના 207 જળાશયમાં અત્યાર સુધીમાં 58.40 ટકા પાણી સ્ટોરેજ થયો છે. જ્યારે સરદાર સરોવરમાં 66.92 ટકા પાણી સ્ટોરેજ થયુ છે.
રાજ્યમાં સીઝનનો 63.22 ટકા જેટલો વરસાદ નોધાયો
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 63.22 ટકા જેટલો વરસાદ નોધાયો છે. રાજ્યમાં વર્ષ 1993 થી લઇને 2022 સુધી સરેરાશ ચોમાસા દરમિયાના 877 મીમી વરસાદ નોધાતો હોય છે તેના સામે આ વર્ષે 554.18 મીમી જેટલો વરસાદ થઇ ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 119.90 ટકા એટલે કે 555.80 મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 92.02 ટકા એટલે કે 664.33 ટકા વરસાદ નોધાયો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોધાયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ચોમાસામાં 727 મીમી વરસાદ થતો હોય છે. જેની સામે આ વર્ષે અત્યાર સુધી 407.16 મીમી વરસાદ થયો છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતમાં ચોમાસા દરમિયાના સરેરાશ 810 મીમી વરસાદ થતો હોય છે તેની સામે આ વર્ષે 396.89 ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના ડોગ અને વલસાડ જિલ્લમાં સૌથી વધુ વરસાદ વડે છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 49.82 ટકા વરસાદ નોધાયો છે.
- Advertisement -
ઝોન જળાશયની સંખ્યા
ઉત્તર ગુજરાત 63.12 ટકા
મધ્ય ગુજરાત 37.73 ટકા
દક્ષિણ ગુજરાત 48.34 ટકા
કચ્છ 66.27 ટકા
સૌરાષ્ટ્ર 74.96 ટકા
સરદાર સરોવાર 66.92 ટકા
કુલ 58.40 ટકા