-135ના ત્રીજા જથ્થા સાથે પ્લેનનું લેન્ડિંગ
સુદાનમાં ફસાયેલા ભારતીયોને પહેલા જેદ્દાહ લાવવામાં આવી રહ્યા છે, ત્યારબાદ તેમને એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવશે. વધુ 135ના ત્રીજા જથ્થા સાથે પ્લેનનું લેન્ડિંગ જેદ્દાહમાં થઈ ગયું છે.
- Advertisement -
INS Sumedha docks in Jeddah with 278 passengers
"I thank Foreign Minister of Saudi Arabia, Faisal bin Farhan and Saudi Arabian authorities for their fullest cooperation," tweeted EAM Dr S Jaishankar pic.twitter.com/wanSprb7A6
— ANI (@ANI) April 25, 2023
- Advertisement -
સુદાનમાં હિંસા વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકાર ઓપરેશન કાવેરી ચલાવી રહી છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, INS સુમેધા સુદાનમાં ફસાયેલા 278 લોકોને લઈને જેદ્દાહ પહોંચી ગઈ છે. બીજી તરફ સુદાન ઈન્ડિયન એરફોર્સનું C-130J એરક્રાફ્ટ પણ 135 ભારતીયોને લઈને જેદ્દાહ પહોંચી ગયું છે. ભારતીયોની આ ત્રીજી બેચ છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કર્યું છે કે જેદ્દાહ પહોંચેલા તમામ લોકોની ભારતની આગળની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વિટ કરીને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અને અન્ય અધિકારીઓનો સહયોગ બદલ આભાર માન્યો હતો.
पोर्ट सूडान से 135 भारतीयों का तीसरा जत्था IAF C-130J विमान से जेद्दा पहुंचा। #OperationKaveri
केंद्रीय मंत्री वी मुरलीधरन ने ट्वीट किया, "जेद्दा पहुंचे सभी लोगों के लिए भारत की आगे की यात्रा जल्द ही शुरू होगी।" pic.twitter.com/JFajhj9WRa
— ANI_HindiNews (@AHindinews) April 26, 2023
પોર્ટ સુદાનથી 135 ભારતીયોની ત્રીજી બેચ IAF C-130J એરક્રાફ્ટમાં જેદ્દાહ પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને ટ્વીટ કર્યું, “જે લોકો જેદ્દાહ પહોંચી ગયા છે, તેઓ માટે ભારતની આગળની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે.
#WATCH | "The second batch of 121 stranded Indians leaves Port Sudan for Jeddah onboard IAF C-130J aircraft. Another sortie to follow," tweets MEA spokesperson Arindam Bagchi#OperationKaveri pic.twitter.com/tn1b7sb5cO
— ANI (@ANI) April 25, 2023
સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત
સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, જેના પર બંને સેનાપતિઓ સહમત થયા હતા. આ અંગે માહિતી આપતાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું કે 10 દિવસમાં લડાઈને કારણે સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા વિદેશીઓ ભાગી ગયા છે. બ્લિંકને કહ્યું કે આ પહેલા પણ સુદાનમાં યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અમે નિષ્ફળ ગયા. બ્લિંકને જણાવ્યું કે 24 એપ્રિલથી 72 કલાક માટે યુદ્ધવિરામ લાગુ રહેશે. આ પહેલા ફ્રાન્સની વાયુસેના સુદાનથી પાંચ ભારતીયોને લાવી હતી.