દરિયા કિનારાના સફાઈ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ બંદર ખાતે કોસ્ટલ કલીન અપ-ડે ની ઉજવણીના ભાગરૂપે માંગરોળ ચોપાટી બીચથી બારા બીચ અને નવી ગોદી બીચથી મકતુપુર બીચ સુધી સફાઈ અભિયાનનું આયોજન ખારવા સમાજ માંગરોળ, મહાવીર મચ્છીમાર સહકારી મંડળી લી., માંગરોળ બોટ એસોસિએશન, હોડી એસોસિએશન, નેટફીશ-એમપીઈડીએ-વેરાવળ, ફીશરીઝ ઓફીસ માંગરોળ તેમજ સાગર ભારતી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતુ.
- Advertisement -
આ સફાઈ અભિયાનમાં ખારવા સમાજના માછીમાર ભાઈઓ-બહેનો, પરમેશ વિદ્યાલય, જિજ્ઞાસા વિદ્યાલય, બંદર સોસાયટી પ્રા.શાળા, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, બી.આર.એસ. કોલજ (શારદાગ્રામ)ના વિદ્યાર્થીઓ, મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ, મહિલા મંડળ વગેરે સહિત 700 જેટલા લોકોએ ભાગ લઈ આશરે 1પ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ હતો.
આ તકે ખારવા સમાજ માંગરોળના પટેલ પરસોતમભાઈ ખોરાવા, ઓબીસી મોરચા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજી ભાઈ મસાણી, દામોદરભાઈ ચામુડીયા,ખીમજીભાઈ પરમાર,જીતેશભાઈ ખોરાવા, તુલસીભાઈ ગોસિયા, જમનાદાસભાઈ વંદુર, માંગરોળના ડીવાયએસપી કોડીયાતર, મરીન પોલીસ સ્ટેશનના રાઠોડભાઈ સહિતનાં હાજર રહ્યાં હતાં.