માણાવદર રહેણાંક મકાનમાં ચાલતા જુગાર અખાડા પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
માણાવદર ખખાવી રોડ રેલ્વે સ્ટેશન સામે આવેલ એક રહેણાંક મકાન ભાડે રાખીને જુગાર અખાડો ચાલતો હોવાની બાતમી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ અને સ્ટાફને મળતા રેઇડ કરી હતી જેમાં 7 શખ્સો રૂ.4.23 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા અને મકાન ભાડે દેનાર મહિલા સામે પણ ગુનો નોંધી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ભાવનાબેન હરેશભાઇ મકવાણા રહે.માણાવદરનું મકાન મુકેશભાઇ લાધાભાઇ કાથરોટીયાએ ભાડે રાખીને બહાર ગામના અન્ય ઈસમોને બોલાવી જુગારધામ શરુ કર્યું હતું.જુગારધામ ચાલતું હોવાની જાણ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને થતા રેઇડ કરી હતી આ જુગાર અખાડામાં રેઇડ દરમિયાન મુકેશભાઇ લાધાભાઇ કાથરોટીયા, કેશવભાઇ અરજણભાઇ ઓડેદરા, રહે.મીતી ગામ, માંગરોળ, દિપકભાઇ નાથાભાઇ પરમાર રહે.નાનડીયા, માણાવદર, પ્રવિણભાઇ નારણભાઇ નંદાણીયા રહે.કોડવાવ, માણાવદર, ભનુભાઇ દેવાભાઇ તરખાલા રહે.તરખાઇ ગામ, કુતીયાણા, હરદાસભાઇ એભાભાઇ બારૈયા રહે.મોડદર ગામ કુતીયાણા, દેવાભાઇ લીલાભાઇ ઓડેદરા રહે.માણાવદર આ તમામ શખ્સોને રોકડા રૂ.1,12,400 તથા જુગાર સાહિત્ય મોબાઈલ બાઈક મળી કુલ રૂ. 4,23,400ના મુદામાલ સાથે ઝડપી પાડીને મકાન ભાડે આપનાર મહિલા સામે પણ માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ માણાવદર પોલીસ ચલાવી રહી છે.